વેપાર

રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટ છતાં સેન્સેકસ કેમ ગબડી રહ્યો છે?

મુંબઇ: રિઝર્વ બેન્કે અપેક્ષા અનુસાર જ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોવા છતાં શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો છે. રિઝર્વ બેન્કે રેપો રેટ ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છે ટકા જાહેર કર્યો તે અગાઉ પણ બજારમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું. સેન્સેકસ સવારના સત્રમાં જ 450 પોઈન્ટ્સથી વધુ ઘટ્યો હતો અને નિફ્ટી 22,400ની નીચે સરકી ગયો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો અને તટસ્થથી અનુકૂળ તરફ તેનું વલણ બદલ્યું હોવા છતાં બેન્ચમાર્ક ઈક્વિટી ઇન્સેડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ બુધવારે નીચા સ્તરે ગબડી રહ્યા છે.

બજારના સાધનો અનુસાર રેટ કટ ને કારણે બજારને થોડું કુશન જરૂર મળ્યું છે પરંતુ વૈશ્વિક વેપાર સામે ઊભા થયેલા પડકારોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડહોળાયેલુ રહ્યું છે. જ્યાં સુધી ટરિફનો મામલો સ્પષ્ટ નહિ થાય ત્યાં સુધી બજારમાં અફડાતફડી ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભારતીય શેરબજારમા હાહાકાર, માર્કેટ કેપમા 19.45 લાખ કરોડનું ધોવાણ…

વાસ્તવમાં યુ.એસ. ટેરિફ દ્વારા ઊભા કરાયેલા વધારાના પડકારોનો સામનો કરવા માટે આરબીઆઈએ આ વર્ષે બીજી વખત તેના મુખ્ય રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જોકે સાથે આર્થિક વિકાસ ધીમો પડવાની શક્યતાના પણ સંકેત મળી રહ્યા છે. આને કારણે બજારમાં વ્યાપક-આધારિત સાર્વત્રિક વેચાણ ચાલુ રહ્યું અને જેમાં 13 મુખ્ય ક્ષેત્રોમાંથી 12માં ઘટાડો થયો અને સ્મોલકેપ અને મિડકેપ બંને ઇન્ડેક્સ માં 1.3% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

યુ.એસ.ની આવક પર ભારે આધાર રાખતા આઇટી શેરો મંદીની ચિંતાને કારણે ભારે વેચવાલી અને ધોવાણ જોવા મળ્યા હતા, ઉપરાંત ફાર્માસ્યુટિકલ આયાત પર પણ ટેરિફ ના સંકેત આપ્યા પછી ફાર્મા ઇન્ડેક્સ 1.8% તૂટ્યો હતો.

ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડા નો દોર પણ ચાલુ રહ્યો છે. યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના ચીન પર દબાણ વધારવા અને વ્યાપક વૈશ્વિક ટેરિફ સાથે આગળ વધવાના નિર્ણયને પગલે નાણાકીય બજારોએ નવી ઉથલપાથલનો સામનો કર્યો હોવાથી સ્ટોક્સ ઘટી ગયા હતા અને ટ્રેઝરી વેચાઈ હતી.

એસ એન્ડ પી ૫૦૦ ફ્યુચર્સ ટોકિયો ઇન્ડેક્સમાં સવારે 10:24 વાગ્યા સુધીમાં 1.9% સુધીનો કડાકો હતો. જાપાનનો ટોપિક્સ ત્રણ ટકા તૂટ્યો હતો.ઓસ્ટ્રેલિયાનો એસ એન્ડ પી, એએસેક્સ ૨૦૦ બેન્ચ માર્ક ૧.૫૦ ટકા તૂટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 3.1% અને યુરો સ્ટોક્સ ૫૦ ફ્યુચર ચાર ટકા તૂટ્યો હતો. જોકે, જેના પર સૌથી વધુ દબાણ આવવું જોઈયે તે શાંઘાઈ કમ્પોઝિટ ૧.૬૦ ટકા વધ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button