100 અને 200 રૂપિયાની નોટને લઈને RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમયાંતરે નાગરિકોની સુવિધા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે. આજે આપણે અહીં આવા જ એક નિર્ણય વિશે વાત કરીશું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રૂપિયા 100 અને 200ની ચલણી નોટને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. જેના વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
ચાલો જોઈએ શું છે આરબીઆઈની આ મહત્ત્વની જાહેરાત…
આરબીઆઈ દ્વારા સોમવારે તમામ બેંકોને એ વાતની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે કે એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટ મળે. કેન્દ્રીય બેંક દ્વારા એવું પણ જણાવ્યું હતું કે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આવું કરવું ખૂબ જ જરૂરી છે. વધુ વિસ્તારથી જાણીએ આરબીઆઈ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશનમાં શું જણાવવામાં આવ્યું છે.
આરબીઆઈ દ્વારા 100 અને 200 રૂપિયાની નોટ અંગે આ મહત્ત્વનો આદેશ બહાર પાડતા જે કહ્યું છે એ જોતા બેંકોમાં થોડો ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે એટીએમમમાં પણ 100 અને 200 રૂપિયાની નોટ ગ્રાહકો સુધી પહોંચવી જોઈએ. બેંકો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરે આ નિર્દેશોનો તબક્કાવાર અમલ કરવો પડશે. હવે બધી બેંકોએ એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટ અંગે વધારે મહેનત કરવી પડશે.
અત્યાર સુધી તમે જોયું હશે તો જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો મોટાભાગે 500 રૂપિયાની નોટ જ બહાર આવે છે. પરંતુ આરબીઆઈના આ આદેશ બાદ હવે એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટ પણ બહાર મળશે, જેથી ગ્રાહકોને સુવિધા રહેશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?