વેપાર અને વાણિજ્ય

માર્કેટ અવઢવમાં: નિફટી માટે ૧૯,૮૦૦ના સ્તરે ૨૦,૦૦૦ની મંજિલનો આશાવાદ

ડાઉનસાઇડ પર ૧૯,૫૦૦નું અને અપસાઇડ પર ૧૯,૮૦૦નું લેવલ ચાવીરૂપ સ્તર

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારને માથે આફત આવી હોય એવા તાલ વચ્ચે આ સપ્તાહે બજારે અનેક પરિબળોમાંથી પસાર થવાનું છે. બજારના માનસ પર આ સપ્તાહે ખાસ કરીને આરબીઆઇ પોલિસી, પીએમઆઇ ડેટા, ફેડરલ રિઝર્વના ચેરમેનનું પ્રવચન, એફઆઇઆઇનું વલણ વગેરે મુખ્ય અસરકર્તા રહેશે. નિષ્ણાતો માને છે કે તેજીવાળા અને મંદીવાળા વચ્ચે જે રસ્સીખેંચ ચાલી રહી છે તેમાં બજાર અવઢવમાં મૂકાયું છે અને નિફ્ટીની દિશા માટે ૧૯,૫૦૦ અને ૧૯,૮૦૦ની સપાટી નિર્ણાયક ઠરશે.

બીજી ઓક્ટોબરે સપ્તાહના પહેલા દિવસે ગાંધી જયંતિ નિમિત્તે ટ્રેડિંગ રજા હોવાથી ટુંકાઇ ગયેલા આ સપ્તાહે ઇક્વિટી બજારના રોકાણકારોએ ઘણા બધા ડેટા પોઇન્ટ્સ અને ઇવેન્ટ્સ પહર ચાંપતી નજર રાખવી પડશે અને એ પ્રમાણે ત્વરિત નિર્ણય લેવો પડશે. બજારના નિષ્ણતોના મંતવ્યો જોઇએ તો એવું લાગે કે જાણે આ સપ્તાહે આ પાર કે પેલી પાર જેવો તાલ છે.

ભારતીય બજારોએ ૨૮ સપ્ટેમ્બરના રોજ એક ટકાના ઘટાડા પછી બીજા દિવસે સ્માર્ટ રિકવરી કરી હતી અને બેન્ચમાર્ક સપ્તાહમાં માત્ર ૦.૨ ટકા નીચા સ્તરે બંધ થવામાં સફળ રહ્યા હતા. સપ્તાહમાં નિફ્ટી ૦.૧૮ ટકા ઘટીને ૧૯,૬૩૮ પોઇન્ટની સપાટી પર અને સેન્સેક્સ ૦.૨૭ ટકા ઘટીને ૬૫,૮૨૮ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો.

ક્ષેત્રીય ધોરણે વાત કરીએ તો, નિફ્ટી રિયલ્ટી (૨.૪ ટકા ઉપર) અને નિફ્ટી ફાર્મા (૨.૩ ટકા ઉપર) ટોચના ગેઇનર્સ હતા, જ્યારે આઇટી (૩.૫ ટકા નીચે) અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ (૧.૪ ટકા નીચે) ટોપ લુઝર હતા. દરમિયાન, સપ્તાહમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ અનુક્રમે એક ટકા અને ૨.૧૮ ટકાના ઉછાળા સાથે બ્રોડર માર્કેટ ઉત્સાહિત રહ્યું હતું.

આ સપ્તાહે બજાર પ્રથમ ઓક્ટોબરના પ્રારંભિક દિવસોમાં જાહેર કરાયેલ સપ્ટેમ્બર ઓટોમોબાઇ સેકટરના વેચાણના આંકડાઓ પર પ્રતિભાવ આપશે. ઑક્ટોબરની શરૂઆત સાથે, બજારના નિષ્ણાતો એવી આશા વ્યક્ત કરી રહ્યાં છે કે સેલ ઓન રેલી માર્કેટ ક્ધસ્ટ્રક્ટમાં ફેરફાર થવાની સંભાવના છે, જે નિફ્ટીને ૨૦,૦૦૦ના મનોવૈજ્ઞાનિક માર્ક તરફ પાછા ધકેલશે.
ઓક્ટોબર સામાન્ય રીતે યુએસ અને ભારતીય બજારો બંને માટે અનુકૂળ મહિનો હોય છે. એવા સંકેતો છે કે આ ઐતિહાસિક વલણ આ ઓક્ટોબરમાં પણ ચાલી શકે છે. અપ-ટ્રેન્ડિંગ ડોલર, યુએસ બોન્ડની ઉપજ અને બ્રેન્ટ ક્રૂડની ‘ટ્રિપલ વ્હેમ્મી’ના સંકેતો દેખાઈ રહ્યા છે. જો આ વલણ ચાલુ રહેશે તો તે બજારોમાં રિકવરીને સરળ બનાવશે એવો મત ટોચના મ્યુચ્યુઅલ ફંડના રિસચ૪ હેડે વ્યક્ત કર્યો છે.
બજારની નજર આરબીઆઇના સ્ટાન્સ અને જાહેરાતો પર પણ રહેશે. નિષ્ણાતોના મતે, રિઝર્વ બેંક સતત ચોથી વખત નીતિ દરો પર યથાવત્ જાળવી રાખે તેવી શક્યતા છે, કારણ કે છૂટક ફુગાવો સતત ઊંચો રહ્યો છે અને યુએસ ફેડરલ રિઝર્વે વધુ થોડા સમય માટે હોકીશ વલણ રાખવાનું નક્કી કર્યું છે. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક ૪-૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ યોજાવાની છે.
સપ્ટેમ્બર માટેનો ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ત્રીજી ઓક્ટોબરે જાહેર થશે અને તે મહિના પહેલાના ૫૮.૬ના આંક સામે ઘટીને ૫૭ થવાની ધારણા છે. વધુમાં, પાંચમી ઑક્ટોબરના રોજ સર્વિસ, પીએમઆઇ જાહેર થશે, જે ઑગસ્ટમાં ૬૦.૧થી ઘટીને ૫૯ થવાની ધારણા છે.

આ અઠવાડિયે, ફેડરલના સભ્યો ઘણી ઇવેન્ટ્સમાં હાજરી આપવા માટે તૈયાર છે. બીજી ઓક્ટોબરના રોજ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ અને પેટ્રિક હાર્કર પેન્સિલવેનિયામાં બિઝનેસ ઓનર્સ સાથે રાઉન્ડ ટેબલ ટોકમાં ભાગ લેશે. ફેડરલના વિલિયમ્સ અને મેસ્ટર પણ સોમવારે અલગ-અલગ કાર્યક્રમોમાં બોલશે. આ ઉપરાતં પણ કાર્યક્રમો ચાલતા રહેશે અને તેની સેન્ટિમેન્ટલ અસરો ઇક્વિટી માર્કેટ પર દેખાતી રહેશે.

એફઆઇઆઇનું વલણ પણ મહત્ત્વનું છે. ગયા સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૮૪૩૦.૭૭ કરોડની ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૮૧૪૩.૨૮ કરોડની ઇક્વિટીની ચોખ્ખી ખરીદી કરી હતી.

સંયુક્ત રીતે, એફઆઇઆઇએ સપ્ટેમ્બર મહિનામાં રૂ. ૨૬,૬૯૨.૧૬ કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે ડીઆઇઆઇએ નેટ રૂ. ૨૦,૩૧૨.૬૫ કરોડની ઇક્વિટી ખરીદી હતી. આગળ જતાં ડોલર ઇન્ડેક્સને હળવો કરવાની પૃષ્ઠભૂમિમાં આ વલણને મોનિટર કરવું ચાવીરૂપ રહેશે.

૨૯ સપ્ટેમ્બરના રોજ ડોલર ઇન્ડેક્સ ૧૦૬ની નીચે ગબડ્યો હતો, ડેટા દર્શાવે છે કે કોર પીસીઇ પ્રાઇસ ઇન્ડેક્સ અપેક્ષા કરતા ઓછો વધ્યો છે. નબળો ડોલર ઇન્ડેક્સ સામાન્ય રીતે ભારત જેવા ઊભરતાં બજારોમાં વિદેશી પ્રવાહમાં વધારો સાથે એકરૂપ હોય છે.

પ્રાથમિક બજારમાં મેઇનબોર્ડ પર, પ્લાઝા વાયર્સ ૫ાંચ ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે બંધ થશે અને વેલિયન્ટ લેબોરેટરીઝ ઑક્ટોબર ૩ના રોજ બંધ થશે. ટીપ્લસથ્રી લિસ્ટિંગની સમયરેખાને જોતાં, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્વેલરી રિટેલર વૈભવ જ્વેલર્સ ૩ ઑક્ટોબરના રોજ તેમની સૂચિબદ્ધ તારીખો પહેલાં શેરબજારમાં પદાર્પણ કરશે. એવી શક્યતા છે કે વેલિયન્ટ લેબોરેટરીઝ પણ આ સપ્તાહમાં લિસ્ટિંગ મેળવશે.

એસએમઇ બોર્ડ પર, કર્ણિકા ઇન્ડસ્ટ્રીઝ, પ્લાડા ઇન્ફોટેક સર્વિસિસ, શાર્પ ચક્સ એન્ડ મશીન્સ, વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રા, વિવા ટ્રેડકોમ, વનક્લિક લોજિસ્ટિક્સ ઇન્ડિયા, કેનેરી ઓટોમેશન્સ, વિન્યાસ ઇનોવેટિવ સ્પેનોલોજીસ, કોન્ટોર સહિત ઘણા બધા આઇપીઓ સપ્તાહ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે બંધ થશે.

ટેક્નિકલ ધોરણે નિફ્ટીએ ૧૯,૫૬૨ની ૫૦-દિવસની એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજનો ટેકો લીધો હોવાથી નિષ્ણાતો માને છે કે ડાઉનસાઇડ પર ૧૯,૫૦૦નું લેવલ અને અપસાઇડ પર ૧૯,૮૦૦નું લેવલ હવે બે ચાવીરૂપ સ્તર છે. બંને બાજુએ નિર્ણાયક વિરામ, ઇન્ડેક્સમાં ભાવિ દિશા વિશે સંકેતો આપશે. ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે નિફ્ટી પર ૧૯,૮૦૦ માર્ક ઉચ્ચ બાજુ માટે નિર્ણાયક બનવાની અપેક્ષા છે, જ્યારે ૧૯,૬૦૦-૧૯,૫૦૦ જો તૂટશે તો વધુ ડાઉનસાઇડ જોવા મળે એવી શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…