- નેશનલ

દિવાળી પહેલા જ દિલ્હીમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, આનંદ વિહારમાં AQI 281
દિવાળીને હજુ એક મહિનો બાકી છે પરંતુ એ પહેલા દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી સરકાર દાવો કરી રહી છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે એક્શન પ્લાન શરૂ કરી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું કે અધિકારીઓને તબક્કાવાર…
- ઇન્ટરનેશનલ

ગાઝા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હુમલો, ઈઝરાયેલે કહ્યું અમે ‘યુદ્ધ માટે તૈયાર છીએ’
ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે તાણવ ચરમ પર પહોંચ્યો છે. આજે શનિવારે વહેલી સવારે ગાઝા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હમલો કરવામાં આવ્યો હતો, પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝાએ ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. હમાસના ઘણા ઉગ્રવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા હોવાના પણ…
- આપણું ગુજરાત

સજની હત્યાકાંડ: ‘હું ફરીથી ભાગી જઈશ’ તરુણ જીનરાજની પોલીસને ચેતવણી
અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચે સજની હત્યાકાંડના ફરાર આરોપી તરુણ જીનરાજની દિલ્હીના નજફગઢ ખાતેથી ધરપકડ કરી હતી. વેશ પલટો અને બનાવટી ઓળખ ઉભી કરવામાં પારંગત તરુણ પ્રથમ વાર ભાગી ગયા બાદ 15 વર્ષ સુધી ફારાર રહ્યો હતો, પરતું બીજીવાર ભાગી ગયા…
- ટોપ ન્યૂઝ

ગુજરાતની 39% સરકારી શાળાઓમાં ધોરણ-1 નો એક પણ વિદ્યાર્થી નથી, આ છે કારણ
ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થવાથી ઘોરણ-1 પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 12,336 શાળાઓમાં આ વર્ષે ધોરણ-1 માં એક પણ વિદ્યાર્થી નથી. રાજ્યમાં સરકારી અને સરકાર તરફથી સહાય મેળવતી…
- ટોપ ન્યૂઝ

Gaganyaan: ગગનયાન મિશનની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ISROએ તસવીરો શેર કરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આકાશમાં વધુ એક કીર્તિમાન સ્થાપિત કરવા તૈયારી કરી રહ્યું છે. ઈસરો આ મહિનાના અંતમાં અવકાશયાનમાંથી અવકાશયાત્રીઓને બહાર કાઢવા માટેની સિસ્ટમ ‘ક્રુ એસ્કેપ સિસ્ટમ’નું પરીક્ષણ કરવાનું આયોજન કરી રહ્યું છે. ઈસરોએ એક્સ પર આ મિશનને સબંધિત…
- નેશનલ

સિક્કિમ હોનારત: અત્યાર સુધીમાં સૈન્યના 11 જવાનો સહિત 51ના મોત
ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદી પર આવેલો ડેમ તૂટી જતા ભયંકર પૂર આવ્યું હતું, આ હોનારતમાં મૃતકોની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે, જેમાં 11 સેનાના જવાનો પણ સામેલ છે. જેમાંથી 26 મૃતદેહો સિક્કિમમાં અને 25 મૃતદેહો પશ્ચિમ…
- ટોપ ન્યૂઝ

ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરના ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી: ઈસરોના પૂર્વ પ્રમુખ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરનું સફળ સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો હતો, ત્યાર બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની ધરતી પર ભામણ કરીને વવિધ પ્રયોગો કર્યા હતા. ઈસરોના પૂર્વ અધ્યક્ષ એએસ…
- ટોપ ન્યૂઝ

આગામી બે વર્ષમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમિત શાહે કહ્યું કે બે વર્ષમાં દેશમાંથી લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. અમિત શાહે નક્સલવાદ મુક્ત વિસ્તારોમાં…
- નેશનલ

સિક્કિમ હોનારત: ડેમના નબળા બાંધકામને કારણે તારાજી સર્જાઈ, મુખ્ય પ્રધાનનો દાવો
સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભારે પૂરને કારણે ચુંગથાંગ ડેમ તૂટી ગયો હતો, જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. હાલની સરકારે આ હોનારત માટે રાજ્યની અગાઉની સરકારને જવાબદાર ઠેરવી છે. મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં…
- આપણું ગુજરાત

અરવલ્લી: માઝુમ ડેમના વિસ્થાપિતોની જમીનનો વિવાદ બન્યો ઉગ્ર, અમરાપુર ગામમાં લાઠી ચાર્જ
અરવલ્લી જીલ્લાના મોડાસામાં માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન અંગેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આજે વહેલી સવારે અમરાપુર ગામમાં પોલીસ અને ગામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠી ચાર્જ કરતા કેટલાક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ગામજનોની જાણ બહાર…









