ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગાઝા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હુમલો, ઈઝરાયેલે કહ્યું અમે ‘યુદ્ધ માટે તૈયાર છીએ’

ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે તાણવ ચરમ પર પહોંચ્યો છે. આજે શનિવારે વહેલી સવારે ગાઝા તરફથી ઈઝરાયેલ પર રોકેટ હમલો કરવામાં આવ્યો હતો, પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝાએ ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. હમાસના ઘણા ઉગ્રવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા હોવાના પણ અહેવાલ છે. ગાઝાથી રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે પણ નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ‘યુદ્ધ માટે તૈયાર’ છીએ.

સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ગાઝા તરફથી ઈઝરાયેલ પર 5 હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલો સવારે સાડા છ વાગ્યાની આસપાસ શરુ થયો હતો. આજે ઈઝરાયેલમાં તહેવારની રજા છે. ઈઝરાયેલની સેનાએ દેશના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી સાયરન વગાડીને સામાન્ય લોકોને ચેતવણી આપી હતી. સુરક્ષા દળો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકોએ બોમ્બ શેલ્ટર અથવા બંકરમાં આશ્રય લેવો જોઈએ.

ઈઝરાયેલની ઈમરજન્સી સર્વિસ એજન્સીના જણાવ્યા અનુસાર, મધ્ય ઇઝરાયેલમાં એક મકાન પર રોકેટ અથડાયા બાદ 70 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે, મહિલાની હાલત નાજુક છે.

ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, ગાઝા પટ્ટીમાંથી કેટલાય આતંકવાદીઓ ઈઝરાયેલની સીમામાં ઘૂસી ગયા છે. ઈઝરાયેલ સરકારે આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગાઝાએ આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે.

હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, વડા પ્રધાન ટૂંક સમયમાં હિંસા સંબંધિત સુરક્ષા વડાઓ સાથે બેઠક કરશે. હાલમાં કોઈએ રોકેટ હુમલાની જવાબદારી લીધી નથી.

ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઇનમાં હમાસ જૂથ સત્તામાં આવ્યા બાદ ઈઝરાયેલે 2007થી ગાઝા પર સખત નાકાબંધી કરી છે. છેલ્લા 16 વર્ષોમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ અને ઇઝરાયેલ વચ્ચે ઘણી અથડામણો થઇ ચુકી છે. સપ્ટેમ્બરમાં વધેલા તણાવ બાદ, ગાઝાએ નવેસરથી ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. તણાવને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલે ગાઝા જનારા કામદારો માટે બે અઠવાડિયા માટે સરહદ બંધ કરી દીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning