ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરનું સફળ સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો હતો, ત્યાર બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની ધરતી પર ભામણ કરીને વવિધ પ્રયોગો કર્યા હતા. ઈસરોના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચંદ્રયાન-3 મિશનના અંતના સંકેતો આપતા મહત્વ પૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી.
ચંદ્ર પર રાત પડતા ઇસરોએ અનુક્રમે 4 અને 2 સપ્ટેમ્બરના રોજ લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મૂક્યા હતા, જે 22 સપ્ટેમ્બરની આસપાસ ચંદ્ર પર સૂર્યોદય સમયે બંને ફરીથી સક્રિય થવાની ધારણા હતી. ઈસરોએ 22 સપ્ટેમ્બરે કહ્યું હતું કે નવા ચંદ્ર દિવસની શરૂઆત પછી સૌર ઊર્જા સંચાલિત ‘લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેથી બંનેને ફરીથી સક્રિય કરી શકાય. પરંતુ કોઈ સિગ્નલ મળ્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.
ચંદ્રયાન-3 મિશન સાથે સંકળાયેલા પૂર્વ ઈસરોના વડાએ કહ્યું કે, ‘પ્રજ્ઞાન રોવર અને લેન્ડર વિક્રમના ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી, કારણ કે જો તેને સક્રિય થવાનું હોય તો અત્યાર સુધીમાં થઈ ગયું હોત. આ મિશનમાં આપણે ચંદ્રના એવા વિસ્તાર (દક્ષિણ ધ્રુવ) સુધી પહોંચી ગયા છીએ જ્યાં કોઈ પહોંચી શક્યું નથી. ચંદ્રયાન-3ની સફળતા ભવિષ્યના મિશનના આયોજનમાં ખૂબ મદદરૂપ થશે.’
ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષે ચંદ્ર પરથી સેમ્પલ લાવવાનું મિશન શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તેના માટે કોઈ સમય મર્યાદા આપી નહોતી
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે