શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીને ઝટકો
રોહિત પવારની કંપનીના એકમને બંધ કરવાનો એમપીસીબીનો આદેશ મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાનસભ્ય રોહિત પવારની કંપની બારામતી એગ્રો લિમિટેડનો એક હિસ્સો બંધ કરવાની નોટિસ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી ગુરુવારે મળી હોવાની સ્પષ્ટતા શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી દ્વારા…
‘ઈન્ડિયા બ્લોક’માં આપસી મતભેદ નહીં થાય
રાજસ્થાન – મધ્ય પ્રદેશની ચૂંટણીના ઉપલક્ષ્યમાં શરદ પવારની હૈયાધારણ પુણે: અનેક પક્ષો એકત્રિત થઈ રચવામાં આવેલા ‘ઈન્ડિયા બ્લોક’ના સાથીદારો વચ્ચે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની ચૂંટણી વખતે કોઈ આપસી મતભેદ નહીં થાય એવી હૈયાધારણ રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ…
- આમચી મુંબઈ
મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર ડૉ. ધર્મેશ ભટ્ટનું નિધન
મુંબઈ: મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર અને કવિ ડૉ. ધર્મેશ ભટ્ટનું તા. ૨૮-૯-૨૦૨૩, ગુરુવારે ૬૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે ‘સેક્યુલરિઝમ એન્ડ મીડિયા – ૧૯૪૭ થી ૨૦૧૫’ વિષયમાં પીએચડી પણ કર્યું હતું. છેલ્લાં ૪૦ વર્ષથી પત્રકાર તરીકે સક્રિય ડૉ. ધર્મેશ…
- આમચી મુંબઈ
મુંબઈમાં શુક્રવાર બપોર સુધીમાં ૩૯,૦૦૦થી વધુ ગણેશમૂર્તિનું વિસર્જન
આખરી સલામી: અનંતચૌદશના દિને શહેરના ગણપતિ ભગવાનનાં વિસર્જનની વેળાએ ગુરુવારે શહેરીજનોએ ભાવભીની વિદાય આપી હતી. મુંબઈના પ્રખ્યાત લાલબાગના ગણપતિનું વિસર્જન અંદાજે ૨૩ કલાક બાદ શુક્રવારે સવારે સાડાનવની આસપાસ થયું હતું. ગુરુવારે નીકળેલા લાલબાગના રાજાને બીજે દિવસે વિસર્જિત કરવામાં આવ્યા ત્યારે…
ગણેશોત્સવમાં ૭૨,૨૪૦ ઘરની મૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જનવિસર્જન સ્થળ પર ૫૦૦ મેટ્રિક ટન નિર્માલ્ય એકઠું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આ વર્ષે ગણેશોત્સવમાં દસ દિવસના સમયગાળામાં કુલ ૨,૦૫,૭૨૨ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૬,૭૦૯ ગણેશમૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ઘરમાં ૭૨,૨૪૦ ગણેશમૂર્તિનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ આપેલા ડેટા મુજબ કૃત્રિમ વિસર્જન…
ગુજરાતમાં શાંતિ ડહોળવાનો હિચકારો પ્રયાસ
*વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનની યાત્રા પર પથ્થરમારો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગઈકાલે રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ…
કચ્છમાંથી ૮૦૦ કરોડનું કોકેઈન ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાના દાવા કરાય છે ત્યારે ફરી કચ્છના કંડલા પાસેના મીઠીરોહર ગામની પાછળના ભાગે આવેલી એક દરિયાઈ ખાડીમાંથી ગાંધીધામ સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટુકડીએ ૮૦ જેટલા પેકેટમાં છુપાવેલા કોકેઈનનો જંગી…
પાકિસ્તાનમાં બે આત્મઘાતી હુમલામાં પંચાવનથી વધુનાં મોત
કરાચી: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારમાં શુક્રવારે મસ્જિદમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછાં બાવન જણનાં મોત થયાં હોવા ઉપરાંત પચાસ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયાં હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું. આ તમામ લોકો મોહમ્મદ પયગમ્બરની જન્મજયંતીની ઉજવણી કરવા એકઠાં થયાં હતાં.…
પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો: સાત ટ્રેન રદ
જમ્મુ: પંજાબના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના રેલરોકો આંદોલનના પગલે શુક્રવારે સાત ટ્રેન રદ કરવામાં આવી હતી અને ૧૩ ટ્રનોને અન્યત્ર વાળવામાં આવી હતી. શુક્રવારે જમ્મુ અને કટરા રેલવે સ્ટેશન પર શ્રદ્ધાળુઓ સહિત ઘણાં પ્રવાસીઓ અટવાયા હતા. મોગા, હોશિયારપુર, ગુરુદાસપુર, જલંધર, તરણતારણ,…
ભારે વરસાદથી દાહોદમાં ૧૦૦થી વધુ મકાનો ધરાશાયી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદ જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડાં સાથે આવેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જેમાં જાલત, ગમલા તેમજ ચંદવાણા તથા સુખસર, ફતેપુરા જેવા તાલુકા મથકોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું તેમાંય ખાસ કરીને ગમલા તથા આસપાસના ગામોમાં વાવાઝોડા…