રિવરફ્રન્ટ ફાયરિંગ કેસ: સ્મિતે પૈસાની લેતીદેતી મામલે મિત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી
અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ પર દધીચી બ્રિજ નીચે લોહીલુહાણ હાલતમાં મળેલા સ્મિત ગોહેલની હત્યા થઈ નથી, પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. તો બીજી તરફ, વિરમગામના બે મિત્રો, સ્મિત ગોહેલ અને યશ રાઠોડે મળીને રવીન્દ્ર લુહારની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.…
વડા પ્રધાનના ગુજરાત પ્રવાસના ૨૪ કલાકમાં જ મુખ્ય પ્રધાનને દિલ્હીનું તેડું: રાજકીય ચર્ચા તેજ
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા બાદ પ્રદેશ ભાજપમાં ફરીથી બોર્ડ નિગમ અને આયોગમાં પદાધિકારીઓની નિયુક્તિનો મુદ્દો ચર્ચા પર આવ્યો છે. વડા પ્રધાનને ગુજરાત છોડ્યાને ૨૪ કલાકની અંદર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવતા…
આણંદ કલેક્ટર ક્લિપ કાંડ કેતકી વ્યાસની જામીન અરજી અંગે હાઈ કોર્ટમાં છ નવેમ્બરે સુનાવણી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આણંદ જિલ્લાના ચકચારી કલેકટર ક્લિપિંગ કાંડમાં હાઈ કોર્ટમાં મહિલા અરજદાર અને તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની જામીન અરજી માટે સુનાવણી પૂર્વે વધુ એક મુદત ૬ નવેમ્બર આપવામાં આવી હતી અગાઉ આણંદની ડિસ્ટ્રિકટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી…
પારસી મરણ
એરચ રતનશાહ સુમારીવાલા તે મરહુમ રોદામાઈ એરચ સુમારીવાલાના ધણી. તે મરહુમો બચુબાઈ અને રતનશી સુમારીવાલાના દીકરા. તે સુનુ પોરસ આરીયા તથા મરહુમ પાલનના બાવાજી. તે પોરસ અને રોશનના સસરાજી. તે ફરામરોજ તથા મરહુમો કેકી, જીમી, દોલી, મનીના ભાઈ. તે મરહુમો…
હિન્દુ મરણ
દશા સોરઠિયા વણિકબાબરા નિવાસી, હાલ કાંદિવલી, ગં.સ્વ. જસવંતી (ઉં.વ. ૮૯) તે સ્વ. રતિલાલ વિઠ્ઠલદાસ પારેખનાં ધર્મપત્ની સ્વ. પંકજ, બિપિન, સ્વ. પરેશ તથા રૂપાનાં માતુશ્રી. ગં.સ્વ. ઈન્દુમતિ, જયશ્રી તથા મુકેશ વિભાકરના સાસુ. નેહા, કાર્તિક, દિશા, સિદ્ધિ તથા ચેતનનાં દાદી. ઐશ્ર્વર્યાનાં નાની.…
જૈન મરણ
જામનગર વિશા ઓશવાલ જૈનસ્વ. હિમંતલાલ મોહનલાલ ઝવેરીના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (ઉં.વ. ૯૪) તે સ્વ. ઈલાબેન ચંદ્રકાંતભાઈ ઝવેરી, ગં.સ્વ. હંસાબેન ભૂપતભાઈ ઝવેરી, પંકજભાઈ તથા ઉમેશભાઈના માતુશ્રી. તે સ્વ. કંચનબેન રતિલાલ શાહ, સ્વ. સંપતલાલ ઘેલાભાઈ, સ્વ. માનવંતીબેન જયંતીલાલ પારેખ, હીરાબેન કનકલાલ શાહ…
- શેર બજાર
નિફ્ટી આખરે ૧૯,૦૦૦ની નીચે ખાબક્યો, સેન્સેક્સમાં ૨૮૪ પોઇન્ટનું મસમોટું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: હમાસના યુદ્ધ, એફઆઇઆઇની એકધારી વેચવાલી અને અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટીના પરિણામની જાહેરાત અગાઉના સાવચેતીના માનસ વચ્ચે ઓકટોબર મહિનાના મેન્યુફેકચરિંગના ડેટા નબળા આવવાથી બજારનું માનસ ડહોળાઇ જતાં વેચવાલીનું દબાણ વધી જવાથી સતત બીજા સત્રની પીછેહઠમાં નિફ્ટી ૧૯,૦૦૦ની…
- વેપાર
ફેડરલના નિર્ણય પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૩૫૮ અને ચાંદી ₹ ૧૧૮૧ ઘટીને તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે સોનામાં એકતરફી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનું વલણ જાળવી રાખતા હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને…
- વેપાર
રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં સુધારો, મેટલ અને પાવર શેરોમાં ધોવાણ, સ્મોલ અને મિડકેપ શેરો પણ ગબડ્યા
મુંબઇ: બજાર સાંકડી વધઘટે અથડાઇ ગયું હતું અને આ સત્રમાં રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ અને પાવર શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. સાર્વત્રિક વેચવાલીના માહોલમાં સ્મોલ અને મિડકેપ શેરો પણ ગબડ્યા હતા. સેન્સેક્સની ૫ાંચ કંપનીઓ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), ગુરુવાર, તા. ૨-૧૧-૨૦૨૩ભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૫જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…