આપણું ગુજરાત

આણંદ કલેક્ટર ક્લિપ કાંડ કેતકી વ્યાસની જામીન અરજી અંગે હાઈ કોર્ટમાં છ નવેમ્બરે સુનાવણી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આણંદ જિલ્લાના ચકચારી કલેકટર ક્લિપિંગ કાંડમાં હાઈ કોર્ટમાં મહિલા અરજદાર અને તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની જામીન અરજી માટે સુનાવણી પૂર્વે વધુ એક મુદત ૬ નવેમ્બર આપવામાં આવી હતી અગાઉ આણંદની ડિસ્ટ્રિકટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

આ કેસની વિગત મુજબ આણંદ જિલ્લામાં કલેકટર તરીકે અગાઉ ફરજ બજાવતા ડી.એસ. ગઢવી સામે તત્કાલીન અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસ અને ચિટનીસ તથા તેના મળતિયા દ્વારા કલેકટર ઓફિસની એન્ટિ ચેમ્બરમાં તેમની જાણ બહાર એક મહિલા સાથેનો કઢંગી હાલતમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો કે જયારે આ ીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જોકે સરકારી કચેરીમાં વીડિયો ઉતારવાની ઘટના બાદ સરકાર સતર્ક બની હતી અને સમગ્ર બનાવની તપાસ એટીએસને સોંપી હતી જેમાં આ વીડિયો અધિક મહિલા કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને તેના એડવોકેટ મિત્ર હરીશ ચાવડા દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. આ બાબતે આણંદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરાઈ હતી.દરમિયાન કેતકી વ્યાસ હાલ બિલોદરા જયારે બાકીના બે આણંદ સબજેલમાં છે. મહિલા આરોપી કેતકી વ્યાસ દ્વારા જામીન માટે આણંદ જિલ્લા કોર્ટમાં અરજી કરાઈ હતી જેમાં બે મુદત પડયા બાદ તા.૧પમી સપ્ટેમ્બરે અરજીને ફગાવી દેવાઈ હતી આ પછી આણંદ સબ જેલમાં રહેલા બે સહ આરોપી જે. ડી. પટેલ અને તેના એડવોકેટ મિત્રએ આણંદની જિલ્લા કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી તેને પણ મંગળવારે નામંજૂર કરવામાં આવી હતી. કેતકી વ્યાસ દ્વારા આણંદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ હાઈ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી હાથ ધરાનાર હતી પરંતુ પોલીસે આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત