વિશ્ર્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહકારી ક્ષેત્રમાં વિશ્ર્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરી હતી, જેમાં ઘણા રાજ્યોમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પેકસ)માં ૧૧ ગોડાઉનના ઉદ્ઘાટન સાથે ₹ ૧.૨૫ લાખ કરોડથી વધુના રોકાણની જરૂર છે. મોદીએ અહીં…
યુસીસીના માર્ગે આસામ હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કર્યો
દિબ્રુગઢ: આસામ પણ હવે ઉત્તરાખંડના માર્ગે ચાલી નીકળ્યું છે. આસામ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તરફ પહેલું પગલું ભર્યું છે. રાજ્યની હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની…
ઈંગ્લેંડના ૩૫૩ રનના જવાબમાં ભારતના સાત વિકેટે ૨૧૯ રન
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આજે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, જેમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં સાત વિકેટના નુકસાને ૨૧૯ રન કર્યા છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં…
ઉત્તર પ્રદેશના કાસગંજમાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં આઠ બાળક સહિત ૨૪નાં મોત
કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં શનિવારે સવારે એક ટ્રેક્ટર-ટ્રોલી ગોથું ખાઇને તળાવમાં પડી જતા મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં આઠ બાળકો સહિત ૨૪ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસના જણાવ્યા મુજબ પટિયાલી પોલીસ સ્ટેશન…
વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસના અંતરાલ બાદ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે રવિવારે વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છના રૂ ૪૮,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. રાજકોટમાં વડા પ્રધાનનો રોડ શો યોજાશે, ત્યારબાદ જાહેર…
ગુજરાતમાં કૉંગ્રેસનું ૨૪ અને આપનું બે બેઠકો પર ગઠબંધન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આપ અને કૉંગ્રેસ વચ્ચે બેઠકો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સ્તર પર દિલ્હીમાં આપ અને કૉંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફન્સ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ૨૪ બેઠકો પર કૉંગ્રેસ અને બે બેઠકો…
ગુજરાતમાં “આંધળા અને લંગડા ભેગા થયા: કૉંગ્રેસ-આપ ગઠબંધન પર પાટીલનો પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાંથી ભાવનગર અને ભરૂચ એમ બે બેઠકો કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને ફાળવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આકરી પ્રતિક્રિયા આપીને કૉંગ્રેસ અને આપને આંધળા અને લંગડા જેવો શબ્દોથી નવાજ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આપ…
ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર ચમત્કાર કરશે?
ભાજપ અહીં ૩૫ વર્ષથી સતત જીતે છે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અનેક જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે. આપ અને કૉંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં…
અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની તળાવો જોડવાની યોજના નિષ્ફળ: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે પરંતુ મોટાભાગના ઓક્સિજનોની સ્થિતિ અત્યંત બંદતર છે એક ઓક્સિજન પાર્કમાં છાણા મૂકવામાં આવે છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ તળાવ લીન્કીંગ યોજના પણ નિષ્ફળ નીવડી છે…
સુરત-દુબઈ ફ્લાઈટ શરૂ: પ્રથમ દિવસે પ્લેનનું સ્વાગત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ- સુરત – દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. સુરતથી દુબઇની ૧૮૯ બેઠકો પૈકી ૧૮૩ બેઠકો પેક થઈ ગઈ હતી. જ્યારે આ ફ્લાઇટ દુબઈથી સુરત આવી…