આમચી મુંબઈ

બૉર્ડની પરીક્ષાઓ વખતે લોકલના ધાંધિયા ત્રીસ કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રો: વિદ્યાર્થીઓની લાચારી કોણ સમજશે?

વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ અથવા એસી લોકલમાં પણ પ્રવાસ કરવાની છૂટ આપવાની વાલીઓની માગણી

ત્રીસ કિલોમીટર દૂર પરિક્ષા કેન્દ્રો: વિદ્યાર્થીઓની લાચારી કોણ સમજશે?

મુંબઈ: દસમા અને બારમા ધોરણની બૉડર્સની પરિક્ષા એટલે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેના જીવનની કસોટી. વર્ષોની મહેનતનું ફળ આ બંને પરિક્ષાઓમાં બાળકો કેવું પ્રદર્શન કરે છે તેના ઉપર નિર્ભર કરતું હોય છે અને તેમાં કોઇપણ ચૂક થાય તો આખા કુટુંબના ભવિષ્ય ઉપર અસર થાય. પણ આવા ટાણે જ મુંબઈની લોકલ ટ્રેનમાં ધાંધિયા શરૂ થઇ ગયા છે. અમુક ટ્રેનો મોડી આવી રહી છે તો અમુક કેન્સલ થઇ રહી છે. તેવામાં એસી લોકલની સંખ્યામાં વધારો થતા વિદ્યાર્થીઓને પોતાના એક્ઝામ સેન્ટર સુધી પહોંચવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


બીજી બાજુ પરિક્ષા કેન્દ્રોમાં મોડું થાય તો વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આનાકાની થવી અને સવાલો કરવા જેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ કારણે એક બાજુ વિદ્યાર્થીઓને માનસિક રીતે તો ત્રાસ થાય જ છે અને બીજું કે પરિક્ષા આપવામાં મળતો સમય પણ બરબાદ થાય છે. વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહેલા હાલાંકી બાબતે ‘મુંબઈ સમાચાર’ દ્વારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી, જેમાં તેમણે પોતાને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વિગતવાર વાત કરી. ભારત સરકાર દેશની દિકરીઓ માટે બેટી બઢાવ બેટી પઢાવ અભિયાન ચલાવી રહી છે અને તેની સફળતા પણ આપણને જોવા મળી રહી છે, ત્યારે ભારતની ગુજરાતી બેટીઓ સાથે જ ‘મુંબઈ સમાચારે’ વાત કરી.

એનર્જી વેડફાય છે

મીરા રોડમાં રહેતી સાક્ષી શાહનું સેન્ટર કાંદિવલી ચારકોપમાં મધર ટેરેસા જુનિયર કૉલેજમાં આવ્યું છે. બોરીવલી સ્ટેશન પહોંચ્યા બાદ ચારકોપ જવા માટે બસ કે રિક્ષા શોધવામાં સમય તો બરબાદ થતો જ હોય છે પણ આટલું દૂર સેન્ટર આવ્યું હોવાના કારણે બીજી પરિક્ષા માટે તૈયારી કરવાનો સમય પણ ન બચતો હોવાનું સાક્ષી જણાવે છે. સાક્ષી કહે છે કે અમારે આટલા દૂર જવાનું હોય છે અને ગિરદીમાં ટ્રેનમાં ચઢવાની સમસ્યા, બેસવા મળે ન મળે તે જોવાનું, લાસ્ટ મિનીટ રિવીઝન જોવાનું એ બધી વસ્તુ જોવી પડે. એટલે જ્યાં સુધી અમે પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચીએ ત્યાં સુધી અમે થાકી જઇએ. પછી ત્યાંથી પાછા આવીને અમારે બીજા દિવસે જે પરિક્ષા હોય તેની તૈયારી કરવાનો સમય પણ નથી મળતો.

ધસારાના સમયે ટ્રેન પકડવાની મુશ્કેલી

કે.ઇ.એસ શ્રોફ જુનિયર કૉલેજમાં ભણતી શ્રેયા અદાણી ‘મુંબઈ સમાચાર’ને વિદ્યાર્થીઓને વેઠવી પડતી સમસ્યા વિશે જણાવે છે કે એક તો ટ્રેનનો જે સમય છે તેના કારણે એક્ઝામ સેન્ટર સુધી પહોંચવામાં મોડું થાય છે. સવારના સમયે એટલી ગિર્દી હોય છે કે ટ્રેન પકડવું મુશ્કેલ લગભગ અશક્ય લાગે. જો તમારી ટ્રેન છૂટી ગઇ તો પછી એક્ઝામ સેન્ટર મોડું પહોંચાય છે. પીક અવર્સના કારણે વિદ્યાર્થીઓને ટ્રેન પકડી સમયસર એક્ઝામ સેન્ટર પહોંચવું ખૂબ મુશ્કેલ પડે છે. સરકારે વિદ્યાર્થીઓ માટે દર ૧૦ મિનીટમાં સ્લો ટ્રેન દોડાવવી જોઇએ. કારણ કે ફાસ્ટ ટ્રેનમાં ચઢી પછી બીજી ટ્રેન પકડીને એક્ઝામ સેન્ટર પહોંચવામાં ખૂબ હેરાનગતિ થાય છે.

પરીક્ષાકેન્દ્રો સુધી પહોંચવાની ચિંતા

મીરા રોડમાં રહેતી કૃષા જિયાનીનું સેન્ટર કાંદિવલીમાં સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કુલમાં આવેલું છે. ક્રીશા ‘મુંબઈ સમાચાર’ને જણાવે છે કે એક પછી એક ટ્રેન કેન્સલ થાય છે અથવા તો છેલ્લી ઘડીએ બીજા પ્લેટફોર્મ ઉપર બદલાઇ જાય છે. જેના કારણે અમને ખૂબ તકલીફ પડે છે. અમારા માટે એક્ઝામ સેન્ટર ઉપર સમયસર પહોંચવું સૌથી મહત્ત્વનું છે. કારણ કે ત્યાં મોડા પહોંચીએ તો અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક તો એક્ઝામ સેન્ટર દૂર આવ્યું હોવાથી પહેલાથી જ અમારે સમય સાચવીને ચાલવું પડે છે, તેમાં પણ ટ્રેનો અનિયમિત હોવાથી અમને ખૂબ હાલાંકી ભોગવવી પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure