મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી નક્કી
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી દ્વારા બેઠકોની વહેંચણી નક્કી થઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા કઇ અને કેટલી બેઠકો ઉપર કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાનું…
એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન: પંકજા મુંડે
છત્રપતિ સંભાજીયાનગર: ભાજપના નેતા પંકજા મુંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કર્યા પછી તેમના મતવિસ્તાર પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન છે. મુંડે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પરલીથી પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા…
મુંબઈમાં ઉનાળાની ગરમી, પારો ૩૭.૨
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ ગુરુવારે ઉનાળાની આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ગુરુવાર આ વર્ષનો સૌથી ગરમ દિવસોમાનો એક રહ્યો હતો. સાંતાક્રુઝમાં દિવસમાં મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું. ગુરુવારના સાંતાક્રુઝમાં નોંધાયેલું મહત્તમ ૩૭.૨…
ગરીબ દર્દીઓને ખાનગી, ધર્માદા હોસ્પિટલોમાં વિનામૂલ્ય સારવાર
રાજ્યસ્તરીય વિશેષ મદદ કક્ષ કાર્યાન્વિત મુંબઈ: રાજ્યની ખાનગી અને ધર્માદા હોસ્પિટલોમાં ગરીબોને વિનામૂલ્યે સારવાર મળે એ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સંકલ્પનામાંથી મંત્રાલયની મુખ્ય ઇમારતના પાંચમા માળે વિશેષ તબીબી સહાય કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કક્ષના માધ્યમમાંથી ગરીબ…
મારી ધરપકડ થશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે: મનોજ જરાંગે
છત્રપતિ સંભાજી નગર: જો મારી ધરપકડ કરવામાં આવશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે એવો દાવો આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ ગુરુવારે કર્યો હતો. ત્રણ દિવસ પહેલા ઉપવાસ છોડ્યા પછી જરાંગે હાલ છત્રપતિ સંભાજી નગરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.…
શીના બોરા હત્યા પર આધારિત ડોક્યુમેન્ટ ફિલ્મ: હાઈ કોર્ટે કહ્યું સિરીઝમાં કંઈ વાંધાજનક નથી
મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજુ થનાર ડોક્યુમેન્ટ સીરિઝ ’ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી: ધ બરીડ ટ્રુથ’ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ અરજીને જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ગુરુવારે ફગાવી દેતા કહ્યું હતું કે દસ્તાવેજ-શ્રેણીમાં કાર્યવાહી અથવા…
ડાયાબિટીસ, બીપી સહિતની અનેક બીમારીના દરદીઓને રાહત ૧૦૦ દવા સસ્તી થઇ
નવી દિલ્હી: ડાયાબિટીસ, હાયપરટેન્શન, તાવ, કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓ માટેની અનેક જીવનોપયોગી દવાઓ સસ્તી કરાઇ હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. આ ઉપરાંત વિટામિન ડી-૩, કેલ્શિયમની ગોળીઓ પણ સસ્તી થશે. ટાઇપ ટુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ અને ડિપ્રેશનની વિવિધ દવાઓ કિંમત…
ગુજરાતમાં બે સેમિકંડક્ટર યુનિટ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી
ધોલેરા અને સાણંદમાં પ્લાન્ટ નખાશે નવી દિલ્હી : સરકારે ગુરુવારે ૧.૨૬ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ગુજરાતમાં ધોલેરા અને સાણંદ તેમ જ આસામમાં સેમિક્ધડકટરના કુલ ત્રણ યુનિટ શરૂ કરવાના પ્રસ્તાવો મંજૂર કર્યા હતા. ૧૦૦ દિવસની અંદર એકમનું બાંધકામ શરૂ થશે એવી…
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને બખાં
મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો ક ૪.૪૫ લાખ કર્મચારીઓ અને ૪.૬૩ લાખ પેન્શનર્સને લાભ મળશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં જુલાઈ ૨૦૨૩થી ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી ૪.૪૫ લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.…
મુંબઈ, સુરત ધડાકાના આરોપીનો પુરાવાના અભાવે છુટકારો
અજમેર: ટાડા કોર્ટે ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. ૫-૬ ડિસેમ્બર, ૧૯૯૩ની રાત્રે લખનઊ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈમાં વિસ્ફોટોનું આયોજન કરવા બદલ ટુંડા અને અન્ય બે આરોપી, ઈરફાન ઉર્ફે પપ્પુ અને હમીરુદ્દીન સામે…