આમચી મુંબઈ

નવી મુંબઈમાં ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્ધટ્રી હેડ અવતાર સૈનીનું માર્ગ અકસ્માતમાં મોત

મુંબઈ: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્ધટ્રી હેડ અવતાર સૈનીને પૂરપાટ વેગે આવેલા વાહને અડફેટમાં લેતાં તેમનું મૃત્યુ થયું હતું, જેને કારણે સાઇકલિસ્ટોમાં શોકની લાગણી ફેલાઇ હતી. અવતાર સૈની (૪૦) બુધવારે વહેલી સવારે ૫.૫૦ વાગ્યે સાથી સાઇકલિસ્ટો સાથે નેરુલના પામ બીચ રોડ પર સાઇકલિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. એ સમયે પાછળથી આવેલી કૅબે સૈનીની સાઇકલને અડફેટમાં લીધી હતી. કૅબના ડ્રાઇવરે બાદમાં ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. કૅબના આગળના ટાયરમાં સાઇકલની ફ્રેમ અટવાઇ ગઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ અકસ્માતમાં સૈનીને ગંભીર ઇજા પહોંચી હતી અને સાથી સાઇકલિસ્ટો તેમને હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ચેમ્બુરના રહેવાસી સૈનીએ ઇન્ટેલ ૩૮૬ અને ૪૮૬ માઇક્રોપ્રોસેસરો પર કામ કર્યું હતું. ઉપરાંત કંપનીના પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનમાં પણ આગેવાની કરી હતી.

પોલીસે કૅબ ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જેમાં કલમ ૨૭૯ (બેદરકારીથી વાહન હંકારવું), ૩૩૭ (બેદરકારીથી અન્યનું મોત નીપજાવવું) અને ૩૦૪-એ (સદોષ મનુષ્યવધ) તથા મોટર વેહિકલ એક્ટની જોગવાઇઓનો સમાવેશ થાય છે.

આરોપી ડ્રાઇવરની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી, એમ એનઆરઆર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave