Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • પ્રતિદિન દોઢ ટકા વ્યાજની લાલચે રોકાણકારો સાથે છેતરપિંડી: ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ

    યોગેશ સી. પટેલ મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ પ્રતિદિન દોઢ ટકા વ્યાજ આપવાની લાલચ બતાવી ૯૨ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં અંધેરીની ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. શરૂઆતમાં વ્યાજ ચૂકવીને રોકાણકારોનો વિશ્ર્વાસ કેળવ્યા પછી…

  • મુંબઈ-દિલ્હી ટ્રેનોની સમસ્યાથી હાલ કોઈ છુટકારો નહીં

    મથુરા સ્ટેશન ખાતેના બ્લોકને લીધે ટ્રેનો કલાકો સુધી મોડી મુંબઈ: મથુરા જંકશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે મુંબઈ-દિલ્હી રેલવે માર્ગમાં દોડતી અનેક ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી હોવાની સાથે અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. આ માર્ગમાં ટ્રેનો…

  • પરમબીર સિંહ સામેનો ખંડણીનો કેસ સીબીઆઇએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો

    થાણે: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ પુરતા પુરાવા ન હોવાનું કારણ આપીને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમશિનર પરમબીર સિંહ વિરુદ્ધ ચાલતો ખંડણી ઉઘરાવવાનો કેસ બંધ કરવાની અરજી કરી છે. સીબીઆઇએ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. ૧૮ જાન્યુઆરીના રોજ થાણેના ચીફ…

  • રાહુલ નાર્વેકરનો ઉદ્ધવ ઠાકરે પર પલટવાર

    મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નિશાન બનાવ્યા ત્યારબાદ હવે રાહુલ નાર્વેકરે પણ ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેના પર પલટવાર કર્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેમાં સાહસ હોય તો તે શિવસેના(ઉદ્ધવ…

  • ફેબ્રુઆરીના અંતમાં મહારેરાની નવી વેબસાઇટ લોન્ચ થવાની શક્યતા

    મુંબઈ: મહારેરાની સ્થાપના વખતે બનાવવામાં આવેલી વેબસાઇટને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારેરા માટે બનાવવામાં આવતી નવી વેબસાઇટ બનાવવાનું કામ ઝડપે ચાલી રહ્યું છે અને વેબસાઇટ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરવામાં આવશે એવી માહિતી અધિકારીએ આપી હતી. આ નવી…

  • ‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’થી સજ્જ: ૨૮ સિસ્મોમીટર બેસાડાશે

    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ‘ભૂકંપ-પ્રૂફ’ મુંબઈ: અતિ મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરપાટ ગતિએ શરૂ છે ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો વધુમાં વધુ વપરાશ કરવા પ્રશાસન તત્પર છે. ભૂકંપ જેવી પરિસ્થિતિમાં પ્રવાસીઓની સલામતી માટે બુલેટ ટ્રેનના આખા…

  • ચંડીગઢના મેયરની ચૂંટણીનો વિવાદ અદાલતનાં આંગણામાં

    ‘આપ’એ છેતરપિંડીના આક્ષેપ સાથે હાઈ કોર્ટમાં ધા નાખી ચંડીગઢ : આમ આદમી પાર્ટીએ મેયરની ગુરુવારે થયેલી ચૂંટણીને કોરે મૂકીને હાઈ કોર્ટના નિવૃત્ત જજના નિરીક્ષણ હેઠળ નવેસરથી ચૂંટણી યોજવાની માગણી સાથે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં અરજી નોંધાવી છે. ભાજપે મેયરના…

  • છત્તીસગઢમાં નક્સલી હુમલો: ત્રણ જવાન શહીદ

    રાયપુર: છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં સીઆરપીએફ કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૪ જવાનો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ…

  • રાજસ્થાનની શાળામાં હિજાબ પર પ્રતિબંધ!

    જયપુર: કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કૉલેજોમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં…

  • કેરળમાં ભાજપ નેતાની હત્યા કેસમાં પીએફઆઇ સાથે જોડાયેલા ૧૫ દોષિતોને ફાંસીની સજા

    અલપ્પુઝા: કેરળની એક કોર્ટે પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ) સાથે જોડાયેલા ૧૫ દોષિતોને બે વર્ષ પહેલા અલપ્પુઝામાં ભારતીય જનતા પાર્ટીના નેતા રંજીત શ્રીનિવાસનની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. રંજીત શ્રીનિવાસન બીજેપી ઓબીસી મોરચાના નેતા હતા.…

Back to top button