ઉપનગરમાં પાંચ દિવસે પાણીપુરવઠો પૂર્વવત્
અંધેરીમાં પાઈપલાઈનનું કામ ૫૦ કલાકથી વધુ ચાલ્યું અડધા મુંબઈને હેરાન કરનારા કૉન્ટ્રેક્ટરને દંડાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ પાંચ દિવસ બાદ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. અંધેરી (પૂર્વ)માં વેરાવલી સર્વિસ રિઝર્વિયરને પાણીપુરવઠો કરનારી મુખ્ય પાઈપલાઈનમાં થયેલા…
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ શકે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: વિપક્ષો વારંવાર એવી આશંકા વ્યક્ત કરતા રહ્યા છે કે દિલ્હીની ભાજપ સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ના પોતાના ધ્યેયને સિદ્ધ કરવા બધી વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજી શકે છે, અથવા મોટાભાગની વિધાનસભાઓની ચૂંટણી લોકસભા સાથે કરાવી શકે છે. જે દિવસે…
તમે માલિક છો અને બાકીના ભાડૂઆતો છે: રાજ ઠાકરે
મુંબઈ: તમે માલિક છો અને બાકીના બધા ભાડૂઆતો છે એ વાતને ધ્યાનમાં રાખો. તમારા હકને જવા ન દો, એવું મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. સ્થાનિક મરાઠી-પરપ્રાંતીય, મરાઠી પાટિયાં અને માંસાહારી-શાકાહારી મુદ્દા પર છેલ્લા અનેક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે…
સિંઘવીનો સવાલ, શરદ પવાર વિનાનો એનસીપી પક્ષ હોઇ શકે
સુપ્રિયા સુળેની કાર્યાધ્યક્ષ તરીકે નિમણૂક ભૂલ હતી: અજિત પવાર મુંબઈ: એનસીપીની સ્થાપના શરદ પવારે કરી અને તેમના વિનાનો પક્ષ કેવો હોઇ શકે, એવો સવાલ શરદ પવાર જૂથના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કર્યો હતો. બીજી બાજુ અજિત પવારે વળતો પ્રહાર કરતાં…
પુણેમાં મેટ્રોના કામ વખતે હેન્ડગ્રેનેડ મળતાં ગભરાટ
પુણે: પુણેમાં બાણેર ખાતે આયસરલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું એ સમયે એક જૂનું કાટ ખાઇ ગયેલું હેન્ડગ્રેનેડ મળી આવ્યું હોવાનો ચોંકાવનારો પ્રકાર બન્યો હતો. બોમ્બ દેખાયા બાદ મેટ્રોના કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ…
બ્રાહ્મણ સમાજ ઉપવાસ પર ફડણવીસે ફોન કરીને ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરી
જાલના: બ્રાહ્મણ સમાજ માટે સ્વતંત્ર એવા ભગવાન પરશુરામ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થાપના કરવી તેમ જ બ્રાહ્મણ સમાજના છોકરાઓને હાયર એજ્યુકેશન મફત આપવાની માગણી સહિત અન્ય માગણી માટે છેલ્લા છ દિવસથી જાલના શહેરમાં ઉપવાસ ચાલી રહ્યા છે. ઉપવાસ પાછા ખેંચવાની વિનંતી…
ડિસેલિનેશન પ્લાન્ટ માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં ૧૨ હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા ૨૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં ૪૦૦ એમએલડી…
વર્ષમાં ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડનું ડ્રગ્સ જપ્ત
એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્ષભરમાં ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્તકર્યું હતું.વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં વર્ષભરમાં એએનસીનાં અલગ…
વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો
ત્રણ દિવસથી ગુમ બાળકીની ગળું દબાવીને હત્યા: ઘર નજીકની ખાલી રૂમમાં મૃતદેહ સંતાડવામાં આવેલો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો.…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલ નૂતનીકરણનો પ્રારંભ
શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘહિંગવાલા લેન ખાતે આયંબિલ ભવનમાં બીજા માળે પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલના નૂતનીકરણના શુભારંભ પ્રસંગે સ્વસ્તિક વિધિમાં તીર્થંકર તકતીનાં લાભાર્થી નયનાબેન રૂપાણી, ભારતીબેન ગોપાણી, વનિતાબેન જસાણી, પારૂલ ઉર્વિશ વોરા, એક શાસનપ્રેમી, પ્રવીણાબેન ઠક્કર, દક્ષાબેન…