ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (18-05-24): આજે કોના પર રહેશે Shani Devની મીઠી નજર તો કોના પર રહેશે વક્ર દ્રષ્ટિ…

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. કામના સ્થળે આજે તમને કોઈ નવી જવાબદારી કે કામ મળી શકે છે, પરંતુ એને કારણે તમને પુષ્કળ મહેનત કરી પડશે. આજે તમને થાકનો અનુભવ થશે. તમારે તમારા મહત્ત્વના કામને પ્રાથમિકતા આપવી પડશે, તો જ આ કામ પૂરા થઈ રહ્યા છે. પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આદજે તમારે એને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. કોઈ પણ કાયદાકીય બાબત આજે તમારા માટે માથાનો દુઃખાવો બની શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. નોકરી બદલશો. ઘરમાં નવું વાહન લાવી શકો છો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કોઈ કામ પૂરું થઈ શકે છે. સંતાને જો કોઈ પરીક્ષા આપી હશે તો આજે એના સુખદ પરિણામ આવી રહ્યા છે. પરિવારમાં કોઈ નાની-મોટી ઉજવણી થઈ શકે છે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક નવી મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. લાંબા સમય બાદ આજે કોઈ મિત્રને મળવાનો મોકો મળશે અને તમે એની સાથે આનંદમાં સમય પસાર કરશો. બિઝનેસને કારણે પડી રહેલાં તણાવને સરળતાથી દૂર કરી શકશો. પરિવારના સભ્યો તમારા દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરશે, જેને જોઈને તમે ખુશ થશો. સંતાન આજે માગણી પૂરી ન થતાં તમારાથી ગુસ્સે થઈ શકે છે. તમારું ધ્યાન કેટલીક સામાજિક સમસ્યાઓ તરફ પણ દોરવામાં આવશે જેના કારણે તમે લોકોની મદદ કરવાનો પ્રયાસ કરશો. એમના માટે આજે તમારી કેટલીક યોજના બનાવીને આગળ વધવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમારે તમારા સંતાનને થોડો સમય આપવો પડશે, જેને કારણે તેને કોઈ સમસ્યા ના રહે. આજે કેટલાક નવા લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. તમારી વાણીની નમ્રતા જ આજે તમને માન-સન્માન અપાવશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલા સંઘર્ષોથી તમે ચિંતિત રહેશો. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમને વધુ જવાબદારીઓ મળી શકે છે જે તમને પરેશાન રાખશે. આજે સાસરિયામાંથી કોઈ તમારી સમજૂતી કરવા આવશે.

આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેશે. તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તમારે તમારી મહેનત પર પૂર્ણ વિશ્વાસ રાખવો પડશે. જો તમે પ્રોપર્ટી ડીલ ફાઈનલ કરવાનું વિચાર્યું હોય તો આજે તેને ફાઈનલ કરી શકાય છે. તમારા પિતાની કોઈ જૂની બીમારી ફરી આવી શકે છે, તેથી તમારે તેમાં આરામ કરવાનું ટાળવું પડશે. બીજાના સ્વાસ્થ્યની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. પરિવારમાં કોઈ સભ્યના વર્તનમાં બદલાવને કારણે તમને સમસ્યાઓ થશે, પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ નહીં કહેશો.

આજે તમને નવા સંપર્કોથી લાભ થવાની સંભાવના છે. કામકાજમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે. કોઈ કામ માટે યોજના બનાવીને આગળ વધવું સારું રહેશે. તમે તમારા પિતા સાથે કોઈ વાતને લઈને દલીલ સાંભળી હશે. પરિવારના કોઈ સદસ્યની તબિયત અચાનક બગડવાના કારણે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ. સરકારી કામકાજમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસ કરતાં સારો રહેશે. આજે તમને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે અને એમાં તમારી મહેનત જોવા મળશે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચો, નહીં તો પાછળથી તમને પસ્તાવવાનો વારો આવી શકે છે. આજે તમે મનથી લોકોના ભલા વિશે વિચાર કરશો, પણ લોકો એને તમારો સ્વાર્થ સમજશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આજે કેટલાક કાર્યક્રમનું આયોજન કરશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના વિચારો મુજબ વર્તવાનો રહેશે. આજે તમારે કોઈ બીજા પર નિર્ભર ના રહેવું જોઈએ. પડોશી સાથે કોઈ મુદ્દે ઝઘડો થવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં તમારે શાંતિ અને ધીરજથી કામ લેવાની જરૂર છે. પરિવારના લોકો તમને પૂરો સાથ આપશે. તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા બહાર જઈ શકો છો. તમને તમારા વ્યવસાયમાં અટવાયેલા પૈસા મળી શકે છે. સાસરિયા તરફથી કોઈ આર્થિક લાભ થતો જણાઈ રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ ફળદાયી રહેવાનો છે. આજે તમે તમારી જીવનસાથીની સલાહ સાંભળશો અને તમારા માટે એ સલાહ ઉપયોગી સાબિત થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ લાંબા સમયથી એટકી પડેલું કામ પૂરું થઈ શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે એમનેા ઉપરી અધિકારી પાસેથી પ્રશંસા સાંભળવા મળી શકે છે અને ેને કારણે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે તમારે પૂરું કરવું પડશે. આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. તમારા જીવનસાથીની સલાહ તમારા પારિવારિક વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. તમારે તમારા બાળકને આપેલું વચન પૂરું કરવું પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે, જેના કારણે તમારું મનોબળ વધુ વધશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત કરવાનો રહેશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારી મહેનતથી આજે તમે સારી સ્થિતિ હાંસિલ કરી શકશો. કામના સ્થળે પણ આજે તમે કેટલાક મહત્ત્વના ફેરફાર કરી શકો છો અને એને કારણે તમને અમુક યોજનાઓમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ કાયદાકીય બાબત માટે આજે તમે તમારા સહકર્મચારી કે મિત્રની સલાહ લેશો. આજે તમે તમારા ઘરના રિનોવેશન પર પણ ધ્યાન આપશો.

કુંભ રાશિના જાતકો આજે કોઈ શુભ-મંગળ કાર્યમાં ભાગ લઈ શકે છે. પરિવારમાં લગ્નલાયક સભ્યના લગ્ન નક્કી થઈ શકે છે. આજે ઉપરી અધિકારીની કોઈ વાત ના માનીને તમે મોટી ભૂલ કરશો. આજે તમારે સંતુલિત આહારનું સેવન કરવું જોઈએ. કોઈ જગ્યાએ બહાર જવાનો પ્લાન બનાવી શકો છો. સંતાન પ્રત્યે તમે આજે થોડું કડક વલણ અપનાવશો, જેને કારણે તમે થોડા વ્યથિત રહેશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ આપનારો રહેશે. તબિયત બગડવાને કારણે તમે આજે તમે તમારા કેટલાક કામ આવતીકાલ પર નાખશો. આજે વધારે પડતી ગરમીમાં બહાર જવાને કારણે તમને મુશ્કેલી પડી શકે છે. આહારમાં આજે શક્ય હોય એટલું પ્રવાહીનું સેવન કરો. જીવનસાથી આજે તમારા માટે કેટલીક મનપસંદ વસ્તુઓ લાવી શકે છે. સરકારી નોકરીને લઈને પરેશાન લોકોએ આજે મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે, જેને કારણે ચોક્કસ લાભ થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button