ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર થયો ગોળીબાર, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

બોગોટા, કોલંબિયાઃ દક્ષિણ અમેરિકન ખંડમાં આવેલા કોલંબિયામાં ચૂંટણી દરમિયાન હિંસા થઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. રાજધાની બોગોટામાં શનિવારે વિપક્ષી કન્ઝર્વેટિવ ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના સેનેટર અને આગામી 2026 ની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થયો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર હુમલો થયો તે નાની ઘટના નથી. આ સુરક્ષાની ખૂબ મોટી ચૂક પણ છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈએ મિગુએલ પર ગોળીબાર કર્યો

બોગોટામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈએ મિગુએલ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મિગુએલ ઘાયલ થતાં જ તેના સમર્થકો અને પોલીસે તેમને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા અને પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. મિગુએલને એમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવ્યા તેનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/umashankarsingh/status/1931526262788612413

હુમલાની ઘટનામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

વાયરલ થયેલા વીડિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલનું ખૂબ લોહી વહી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે તેને એમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવી રહ્યા હતા. આ ઘટના અંગે કોલંબિયાના સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે હિંસાની નિંદા કરી છે.

અમેરિકા સેનેટર આ હત્યાના પ્રયાસની સખત નિંદા કરે છેઃ માર્કો રુબિયો

ડેમોક્રેટિક સેન્ટર પાર્ટી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે મિગુએલને પીઠમાં ગોળી વાગી છે. ટ્રમ્પ વહીવટી સચિવ માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પોસ્ટ કરતા લખ્યું કે, અમેરિકા સેનેટર મિગુએલ ઉરીબે પરના હત્યાના પ્રયાસની સખત નિંદા કરે છે. આ હુમલો લોકશાહી માટે સીધો ખતરો છે. આ હુમલો કોલંબિયા સરકારના ઉચ્ચ સ્તરો તરફથી આવતા હિંસક ડાબેરી રેટરિકનું પરિણામ છે.

આ પણ વાંચો…પાકિસ્તાનના ગોળીબારમાં નુકસાન પામેલા ઘર માટે પીએમ મોદીએ સહાયની જાહેરાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button