રાશિફળસ્પેશિયલ ફિચર્સ

દિવાળી પહેલા આ શુભ મુર્હુતમાં ખરીદો સોના-ચાંદી: ઘરમાં સમૃદ્ધિ લાવશે તાણી….

હિંદુ ધર્મમાં કોઈપણ કાર્ય કરવા માટે શુભ મુર્હુતની પસંદગી કરવામાં આવે છે. આ મુહૂર્ત ગ્રહ-નક્ષત્ર, વર્ષ, માસ વગેરેને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. જો તમે યોગ્ય મુર્હુતમાં કોઈપણ કામ કરો છો, તો તે તમારા જીવનમાં બરકત લઈને આવે છે. એ જ રીતે હિંદુ ધર્મમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે વિશેષ શુભ મુર્હુત અને દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં સોના-ચાંદીની ખરીદી કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને તમને જીવનમાં ધન અને સમૃદ્ધિ મળે છે. દિવાળીના 7 દિવસ પહેલા પણ એક નક્ષત્ર આવવાનું છે જેમાં તમે સોનું અને ચાંદી ખરીદીને જીવનમાં ઘણા ફાયદા મેળવી શકો છો. ચાલો જાણીએ કે આ નક્ષત્ર કયા સુધી ચાલશે અને આ દિવસે ખરીદી માટે ક્યારે શુભ મુહૂર્ત હશે.

આ પણ વાંચો: માતા દુર્ગાને છે આ રાશિઓ પ્રિય, જોઇ લો તમારી રાશિ પણ છે ને!

જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્ર દિવાળીના 7 દિવસ પહેલા એટલે કે આ વર્ષે 24 ઓક્ટોબર ને ગુરુવારે હશે. જ્યારે પણ ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે તેને ગુરુ પુષ્ય કહેવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી અને સ્થાવર મિલકત ખરીદવાથી ખૂબ લાભ થાય છે. એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં તમે જે પણ ખરીદો છો તેનાથી બરકત મળે છે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પારિવારિક જીવન ખુશહાલ રહે છે. 24 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ લગભગ 12:31 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો: ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા

આથી તમે ગુરુવાર 24 ઓક્ટોબરના રોજ સવારે 11:45 વાગ્યાથી ખરીદી શરૂ કરી શકો છો અને બીજા દિવસે બપોર સુધી ખરીદી કરવી શુભ માનવામાં આવશે. જો કે, જો તમે જમીન અથવા કોઈપણ પ્રકારની સ્થાવર મિલકત ખરીદવા માંગો છો, તો તેના માટે ગુરુવાર જ સૌથી શુભ માનવામાં આવશે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં જ દિવાળી ઉજવશે આ રાશિના જાતકો, મંગળ બનાવશે માલામાલ…

પુષ્ય નક્ષત્રને ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી શુભ રહે છે? ચાલો હવે તેના વિશે જાણીએ. પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી ઉપરાંત તમે જમીન, મકાન, હીરા, વાહન, સફાઈ ઉત્પાદનો, ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર વગેરે ખરીદી શકો છો. આ દિવસે ખરીદેલી વસ્તુઓ બરકત અને સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે, એટલે કે તેનાથી તમને લાભ થાય છે. આ કારણોસર આ નક્ષત્રમાં ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker