ધર્મતેજરાશિફળ

આજનું રાશિફળ (21-12-2023): આ રાશિના જાતકો રહે સાવધાન, જ્યારે આ રાશિ માટે આજનો દિવસ છે ઉત્તમ

મેષ: મેષરાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઇ વિશેષ કામને કારણે લાંબી મુસાફરી પર જઇ શકો છો. જેને કરાણે તમને આરોગ્યને લગતી તકલીફો થઇ શકે છે. તમને પરિવારજનોનો સાથ અને સહકાર મળી રહેશે. રાજકારણમાં કાર્યરત લોકોએ સાવધાની સાખવી પડશે. નહીંતો તમારો કોઇ વિરોધી તમને દગો આપી શકે છે. માચા-પિતાના આશિર્વાદથી તમારું રોકાયેલું કામ પૂરું થશે.

વૃષભ: આજે તમારે સાવધ રહેવું પડશે નહી તો કોઇ મૂશ્કેલી આવી શકે છે. તમારું કોઇ જૂનું કામ જો લાંબા સમયથી રોકાયેલું છે તો તે આજે પૂરું થશે. તમે કોઇ જૂના મિત્રને લાંબા સમય પછી મળશો તેથી તમારી ખૂશીનો પાર નહી રહે. આર્થિક સ્થિતીને લઇને તમે ચિંતિત રહેશો. તમારે તમારી કોઇ જૂની ભૂલથી શીખવું પડશે. તમે કોઇ પણ વાદ-વિવાદ ટાળજો નહીં તો મામલો કાયકાદીય બની જશે. સરકારી નોકરી કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. તામરું જ કોઇ કામ તમારી સમસ્યા બની શકે છે.


મિથુન: આજનો દિવસ તમારા માટે મિશ્રફળ આપનારો છે. તમે કોઇ નવો વેપાર શરુ કરી શકો છો. જો તમે કોઇને નાંણાં ઉધાર આપ્યા હતા તો તેના પાછા આવવાની શક્યતાઓ નહીવત છે. કૌટુમ્બિક સંબંધોમાં મીઠાશ રહેશે. નવા કામીન શરુઆત માટે દિવસ થોડો નબળો છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાના માર્ગ ખૂલશે. અભ્યાસમાં આવનારી તકલીફો દૂર થશે. કાર્યસ્થળે અધિકારી સાથે કોઇ વાતને લઇને ખટરાક થઇ શકે છે. જે તમારી પ્રગતીમાં બાધા બની શકે છે.


કર્ક: આજનો દિવસ અન્ય દિવોસની સરખામણીમાં સારો રહેશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક હરવા-ફરવાનો પ્લાન બનાવશો. પરિવારના કોઇ સદસ્યના લગ્ન પ્રસ્તાવને કારણે વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે. બધા એકબીજા માટે સમર્પીત રહેશે. પિતા સાથે વાદ-વિવાદ ટાળવો. રાજનિતમાં કાર્યરત લોકોએ મહિલા મિત્રથી બચીને રહેવું . નહીં તો તેમની સાથે દગો થઇ શકે છે.


સિંહ: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી આર્થિક સ્થિતી પહેલાં કરતાં સારી થશે. તમે લાભની તકને હાથમાંથી જવા ના દેતાં. પરિવારના કોઇ સભ્યના લગ્નના પ્રસ્તાવને કારણે વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે. વાહન ખરીદવાનું સપનું પુરું થશે. પણ તમારે કોઇ અજાણી વ્યક્તીની વાતમાં આવીને મોટું રોકાણ કરતાં બચવું પડશે. નહીં તો તે તમારા બિઝનેસ માટે નુકસાનકારક રહેશે. રાજકારણમાં કાર્યરત લોકોએ મહીલા મિત્રથી સાચવવું.


કન્યા: આજનો દિવસ ખાવા-પીવા પર ધ્યાન આપજો. તમે તમારા કામોમાં કોઇ ફેરબદલ ના કરતાં. નહીં તો પછી સમસ્યા આવી શકે છે. તમારા વ્યવહારને કારણે તમારું મન ચિંતિત રહેશે. ગૃહસ્થ જીવન જીવી રહેલ વ્યક્તી પોતાના મનની વાત જીવનસાથીથી છૂપાવવાનો પ્રયાસ કરવો પડશે. કારણ કે તમારા મનમાં ઘણું ચાલી રાહ્યું છે. પરિવારના સભ્યોને તમારી કોઇ વાત ખરાબ લાગી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આવતી અડચણો અંગે પોતાના ગુરુ સાથે વાત કરવી પડશે.


તુલા; આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેશે. તમારી અંદર એક્સટ્રા એનર્જી રહેશે જેનો તમે યોગ્ય કામો માટે ઉપયોગ કરશો તો સારું રહેશે. તમારા પરિવારના કોઇ સભ્યની તબિયત બગડતા તમે તેની સારવારમાં વ્યસ્ત થઇ જશો. તમે જો કોઇ નવા કામની શરુઆત કરશો તો તે પણ ચાલતા ચાલતા બંધ થઇ જશે. પરિવારમાં તમારી કોઇ નાનકડી ભૂલ પણ તમારા માટે તકલીફ ઊભી કરી શકે છે. સંતાન પાસેથી તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે ભાગીદારીમાં કોઇ કામ કરશો તો સફળતા જરુર મળશે. ઘરમાં તમારાથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો તેને સુધારવાનો પ્રયાસ કરજો. નહીં તો તેની અસર તમારા અંગત સંબંધો પર પડી શકે છે. તમે વેપારમાં આવતી બાધાઓ દૂર કરવાનો પ્રયાસ કરશો. જેને કારણે સફળતા પ્રાપ્ત થશે. તમે કોઇને પણ વણમાંગી સલાહ ના આપતાં.


ધનુ: તમારા માટે આજનો દિવસ લાભ લઇને આવ્યો છે. જે તમને જીત અપાવશે. તમને મકાન કે વાહનની ખરીદી કરી શકશો. પણ કોઇ કામ પૂરું ન થતાં પરિવારના લોકો તમારા પર નારાજ રહેશે. તમારે કોઇ પ્રોપર્ટીની ખરીદી વખતે સતર્ક રહેવું પડશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાંથી ધ્યાન ભટકી શકે છે. તમારે કોઇ કામને કારણે લાંબા અંતરનો પ્રવાસ કરવો પડશે.


મકર: આજનો દિવસ તમારા માટે અનૂકુળ રહેશે. વ્યવસાયમાં તમને નૂકસાન થઇ શકે છે તેથી સમજી વિચારીને રોકાણ કરજો. તમારા કેટલાંક વિરોધીઓ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. પણ તમે તમારી ચતુર બુદ્ધીને કારણે તેને માત આપી શકશો. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં આવતી તકલીફોને કારણે ધ્યાન ભટકશે. તમારી કોઇ જૂની બિમારી ફરી આવી શકશે. તમે કોઇ અજાણી વ્યક્તીની સલાહ પર ના ચાલતાં.

કુંભ: આજનો દિવસ સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકો માટે સમસ્યા લઇને આવ્યો છે. તમને તમારા કોઇ વિરોધીને કારણે મૂશ્કેલાઓનો સામનો કરવો પડશે. વેપાર ક્ષેત્રો કોઇને પણ મોટી રકમ ઉધાર ના આપતાં. નહીં તો મૂશ્કેલી વધી શકે છે. જો તમે કોઇ લાંબા અંતરની યાત્રા પર જઇ રહ્યાં છોતો વાહન સંભાળીને ચલાવજો. નહીં તો અકસ્માત થવાની શક્યતાઓ છે. માતા-પિતાના આશિર્વાદથી તમારું કોઇ રોકાયેલું કામ પુરું થશે.


મીન: આજોન દિવસ આરોગ્યની દ્રષ્ટીએ નબળો રહેશે. તમારું મન ધાર્મિક કાર્યો તરફ વળશે. તેથી તમે ભગવાનની ભક્તીમાં લીન રહેશો. પરિવારમાં કોઇ પૂજા-પાઠ હોવાને કારણે સગા સંબધીઓની અવર જવર વધી જશે. બિઝનેસમાં તમે કોઇ ફેરફાર કરશો તે તમારા માટે સારુ ફળ લાવશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના માર્ગ ખૂલશે. કોઇ સરકારી યોજનાનો તમને પૂરે પૂરો લાભ મળશે. તમે માતા સાથે તમારા મનની વાત કરશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…