ગૌતમ ગંભીર લાગવગથી કોચ બન્યા છે! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટએ લગાવ્યો મોટો આરોપ
નવી દિખી: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના (India’s tour of Sri Lanka) પ્રવાસે છે, આ પ્રવાસ સાથે ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટીમના કોચનું પદ સંભાળ્યું છે. ગંભીરના કોચ બનાવવા અંગે અગાઉ ઘણા સવાલો ઉઠી ચુક્યા છે, એવામાં પૂર્વ ક્રિકેટર તનવીર અહેમદની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાનો માહોલ જામ્યો છે.
તનવીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને ગંભીર પર મોટો આરોપ લગાવ્યો છે, તનવીરે ગંભીર પર વીવીએસ લક્ષ્મણની જગ્યા હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. તનવીરે પોસ્ટમાં લખ્યું, “વીવીએસ લક્ષ્મણને ભારતીય ટીમના મુખ્ય કોચ બનવું જોઈતું હતું કારણ કે તેઓ લાંબા સમયથી ઈન્ડિયા B ટીમ સાથે મુખ્ય કોચ તરીકે કામ કરી રહ્યા હતા. એવું લાગે છે કે ગૌતમ ગંભીર ‘પર્ચી’ થી આવી ગયો છે.”
તનવીરે પોસ્ટમાં ‘પર્ચી’ શબ્દનો ઉપયોગ કર્યો છે. પોસ્ટમાં ‘પર્ચી’ શબ્દનો ઉપયોગ “સ્રોત અથવા ભલામણો” મતલબ માટે કરવામાં આવ્યો છે. એટલે કે તનવીરને પાકિસ્તાની ક્રિકેટરને લાગે છે કે ગંભીર તેની લાગવગનો ઉપયોગ કરીને છેતરપિંડી કરીને ભારતીય ટીમનો કોચ બન્યા છે. તનવીરે તેની પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે વીવીએસ લક્ષ્મણ ખરેખર કોચ બનવાના લાયક હતા. તનવીરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વીવીએક્સ લક્ષ્મણ લાંબા સમયથી બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ અને ભારતની B ટીમના કોચ છે. આ પહેલા વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે ઝિમ્બાબ્વે પ્રવાસ પર કોચ તરીકે ગયા હતા. પરંતુ હવે શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમના મુખ્ય કોચની જવાબદારી ગૌતમ ગંભીરે સાંભળી છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ 3 વર્ષનો છે. ગૌતમ ગંભીર ODI વર્લ્ડ કપ 2027 સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહેશે. ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડ કપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011 જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહ્યા છે.