ફ્રાન્સ પહોંચેલા નીતા અંબાણીનું થયું ખાસ શૈલીમાં સ્વાગત, રાષ્ટ્રપતિ…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારતીય અને વિદેશી સ્ટાર્સથી લઈને રાજનેતાઓ સુધીના દરેક વ્યક્તિ આવ્યા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ હવે અંબાણી પરિવાર તેમના કામમાં વ્યસ્ત થઇ ગયો છે. દરમિયાન નીતા અંબાણી પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની તેમની મુલાકાત પણ ખૂબ જ ખાસ હતી, જેની એક ઝલક પણ સામે આવી છે.
આ વર્ષે પેરિસ ખાતે ઑલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, જેને શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસની જ વાર છે. ઉદઘાટન સમારોહ પહેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાંથી એકમાં નીતા અંબાણી પણ ભાગ લેવાના છે. નીતા અંબાણીની મેક્રોન સાથેની મુલાકાતની તસવીર સામે આવી છે, જેમાં નીતા અંબાણી ગોલ્ડન વર્કવાળા ડાર્ક મરૂન ડ્રેસમાં જોવા મળે છે. તેમની સામે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન નેવી બ્લુ સૂટમાં છે. તેઓ ફ્રાન્સના રીતિ-રિવાજ પ્રમાણે નીતા અંબાણી સામે નીચા વળીને તેમના હાથને કિસ કરતા જોવા મળે છે.
પેરિસ ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો તે 26 જુલાઈથી શરૂ થશે. ઓપનિંગ સેરેમનીનું આયોજન પણ એ જ દિવસે કરવામાં આવ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં ઘણા ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે, જેવો વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવશે.