આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

પાટિલ આંખોમાં ઉજાગરા આંજીને, ધજાગરા ખાળવા ‘ઉડા-ઉડ’ કરે છે ?

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં મતદાનના આડે માત્ર ત્રણ દિવસ રહ્યા છે.પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ( સી આર) પોતાના લોકસભા મતક્ષેત્ર નવસારીને પડતો મૂકી,ગુજરાતમાં ચારે તરફ ઊડી રહ્યા છે. વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમમાં પાટિલ સતત ઉપસ્થિત રહ્યા.આ પહેલા જ્યારે નામાંકન ભરવા નવસારી કલેકટર ઓફિસ પહોચતા મોડુ થયું તો તુરંત જ ઉડીને અમદાવાદ આવ્યા અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ શો માં જોડાઈ ગયા. નવસારીના નામાંકન ભરવાના દિવસે ભારે ભીડના કારણે ફોર્મ ભરવાનું મુલતવી રાખીને પણ અમદાવાદ આવ્યા અને બીજા દિવસે નામાંકન કરવા પહોચ્યા નવસારી. આખરે આમ કેમ ?

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે દરેક બેઠકમાં ધારાસભ્યોને ‘ટાર્ગેટ’આપ્યો છે.જીતના માર્જિનનો. લોકસભા બેઠકનો ભાજપનો તમામ ઉમેદવાર લીડ જ પાંચ લાખની લાવીને જીતે. તેવા મંત્ર બાદ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડો મહેન્દ્ર પાડલિયા ગભરાઈ ગયા હતા, અને બે-ત્રણ પાટીદાર ધારાસભ્યોને લીડના કામમાં મદદરૂપ થવા હાકલ નાખી હતી. હવે જ્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે સી.આર.ની મૂંઝવણ વધી જાય તે સ્વાભાવિક છે.એટલે પોતાના લોકસભા વિસ્તાર નવસારીને પોતાના વિશ્વાસુ અને ભાજપના પાયાના કાર્યકરોના ખભે જીત સાથે લીડની જવાબદારી સોંપી,બિલકુલ આશ્વસ્ત થઈને એક લોકસભાથી બીજી લોકસભા બેઠક ઉડા-ઉડ કરી રહ્યા છે.

આપણ વાંચો: ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી

વડાપ્રધાન સાથે એ તમામ જનસભામા ઉપસ્થિત રહ્યા જ્યાં ક્ષત્રિય સમુદાયનું પ્રભુત્વ છે. વડાપ્રધાન મોદીએ પણ આણંદ,સુરેન્દ્રનગર, જુનાગઢ,જામનગરમાં જનસભાઓ કરી. અને વડાપ્રધાનની જનસભા પહેલા આણંદમાં ક્ષત્રિય સમાજે મોટું સંમેલન કરી લીધું. મોદીની મેરેથોન સભાઓ વખતે પણ ક્ષત્રિય સમાજ રાજ્યમાં પાંચ અલગ-અલગ લોકસભા બેઠકો પર સભા કરી રહ્યો હતો. આમ તો, ક્ષત્રિય સમાજે બીજી મે એ જામનગરમાં અસ્મિતા સંમેલન બોલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ,વડાપ્રધાન મોદીની સભાનો કાર્યક્રમ પણ આ જ દિવસે આવતો હોવાથી તેઓએ સંમેલન આજે નિર્ધારિત કર્યું.

આજે જામનગરમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન

ક્ષત્રિય સમાજે આજે જામનગરમાં વિશાળ અસ્મિતા સંમેલન બોલાવ્યું છે. આ પહેલા રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનના રાજી ભાર પણ ઘેરા પડઘા પડ્યા હતા. રાજકોટ નજીકના આ સંમેલનમા એક દાવા પ્રમાણે 5 થી 6 લાખ ક્ષત્રિય યુવાઓ-મહિલાઓ ઉમટ્યા હતા. જેથી ભાજપમાં ફફડાટ ફેલાયો હતો. વડાપ્રધાન મોદીએ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી ના આશીર્વાદ અને તેઓની વિજયી ભવ;ની પાઘડી ધારણ કર્યા બાદ, ભાજપને થયું હશે કે ‘રોષ-રીસ ઓછા થયા’ પણ, ના. એવું ક્શું જ નથી થયું.

હવે,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ આજે ભાવનગર પહોચ્યા છે. શક્ય છે કે ત્યાંથી જામનગરના સંમેલનનો અહેવાલ પણ મેળવે. ભાજપ માટે હજુ કતલની રાતો બાકી છે. અને પાટિલ આંખોમાં ઉજાગરા આંજીને, ધજાગરા ખાળવા ગુજરાતની સંવેદનશીલ બેઠક પર ભ્રમણ કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત