કોંગ્રેસ વિધાન સભ્ય મામન ખાનની ધરપકડ બાદ નૂહમાં કલમ 144 લાગુ, ઈન્ટરનેટ બંધ
હરિયાણા કોંગ્રેસના વિધાનસભ્ય મામન ખાનની આજે પોલીસે ધરપકડ કરી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. મામન ખાનની ધરપકડ બાદ વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નૂંહના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જિલ્લામાં સવારે આજે 10 વાગ્યાથી રાતના 23.59 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ રહેશે. પ્રશાસને મુસ્લિમ સમુદાયના લોકોને શુક્રવારની નમાજ ઘરે જ અદા કરવાની અપીલ કરી છે.
મામનની ધરપકડની પુષ્ટિ કરતા, પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે નૂહ હિંસા કેસમાં વિધાન સભ્યની ધરપકડ કરવામાં આવી છે. મામન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પુરાવાઓ મુજબ હિંસા ફાટી નીકળી તે પહેલા મામન ખાન નૂહમાં હાજર હતા. રિમાન્ડ મળ્યા બાદ વધુ વિગતો જાણવા મળશે એવી આવવાની આશા છે.
મામન ખાનની ધરપકડ બાદ કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે નૂહ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જિલ્લામાં હાજર પોલીસકર્મીઓ ઉપરાંત પડોશી રાજ્યોના પોલીસકર્મીઓ અને આરએએફની ટીમને પણ નૂહમાં તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
મામન ખાને હાઈકોર્ટ સમક્ષ ધરપકડ સામે રક્ષણની માંગ કરી હતી, અને દાવો કર્યો હતો કે હિંસા ફાટી નીકળી તે દિવસે તે નૂહમાં ન હોવા છતાં તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. અગાઉ મામન ખાનને નૂહ પોલીસ દ્વારા તપાસમાં સહકાર આપવા માટે બે વાર કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા