What’sAppએ Ban કર્યું આ Bollywood Actorનું Account, 61 કલાકે એકાઉન્ટ ચાલું કર્યું તો…
Bollywood Actor, Producer And Model Sonu Soodને લઈને એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. Sonu Soodનું WhatsApp Account છેલ્લાં બે દિવસથી બંધ હતું અને આજે જ્યારે એકાઉન્ટ ચાલું થયું ત્યારે એક્ટરને 9000થી વધુ વોટ્સએપ મેસેજીસ મળ્યા હતા.
Sonu Sood 28મી એપ્રિલના સોશિયલ મીડિયા પર X પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે તેમના WhatsApp Accountની સર્વિસ 61 કલાકે ચાલુ થઈ હતી અને WhatsApp શરૂ થયા બાદ મારા મોબાઈલ પર 9483 અનરીડ મેસેજીસ આવ્યા હતા. અચાનક જ એક્ટરનું વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.
પોતાની પોસ્ટમાં સોનુ સૂદે લખ્યું હતું કે એકાઉન્ટની સર્વિસ બંધ થવાને કારણે તે અનેક લોકોને એમના જરૂરિયાતના સમયે મદદ કરી શક્યા નથી. સોનુ સુદ અવારનવાર લોકોને મદદ કરતાં જોવા મળે છે અને કોરોનાકાળમાં પણ તેમણે લાખો લોકોની મદદ કરી હતી. એ સમયે પણ તેમણે લાખો લોકોની મદદ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સોનુ સૂદે વોટ્સએપને તેનો એકાઉન્ટ બેન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરતાં આ બાબતે ધ્યાન આપવાની ભલામણ કરી હતી. એક્ટરે પોતાની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે અનેક લોકો જરૂરિયાતા સમયે તેને વોટ્સએપ પર કોલ કરે છે.