સ્પેશિયલ ફિચર્સ

આ તારીખે યોજાશે Anant Ambani-Radhika Merchantનું બીજું Prewedding Function?

ભારતના જ નહીં પણ એશિયાના ધનવાન Buisnesman Mukesh Ambani’s Younger Son Anant Ambaniના લગ્નને લઈને સતત કંઈકને કંઈક અહેવાલો આવી રહ્યા છે. હવે આવી રહેલાં લેટેસ્ટ અપડેટ્સ પ્રમાણે Anant Ambani-Radhika Merchantનું બીજું Prewedding Function 28મી મેથી 30મી મેની વચ્ચે યોજાશે અને 12મી જુલાઈના Anant-Radhikaના લગ્ન થવા જઈ રહ્યા છે.

સામે આવી રહેલાં લેટેસ્ટ રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ એક મહિના બાદ એટલે 28મીથી 30મી મે વચ્ચે અનંત અને રાધિકાના લગ્નનું એક બીજું પ્રિ-વેડિંગ ફંકશન યોજાશે. આ ફંક્શન ફ્રાન્સના સમુદ્રમાં એક સરસ મજાના ક્રૂઝ શિપ પર યોજાશે. એટલું જ નહીં પણ આ ફંક્શનને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યું છે.

ફેમિલીની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રાઈવેટ પ્રિ-વેડિંગ ફંક્શનમાં અંબાણી ફેમિલી સાથે સંકળાયેલા એકદમ ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવશે. જેમાં Salman Khan, Shahrukh Khan, Aamir Khan, Alia Bhatt સહિતના સેલેબ્સ સામેલ થઈ શકે છે. અહીંયા તમારી જાણ માટે કે રણબીર કપૂર અને આકાશ અંબાણી બાળપણના મિત્ર છે અને સારા ફ્રેન્ડ પણ છે. આ સિવાય આ ફંક્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવર ફૂલ ફેમિલી ગણાતું Bachchan Family પણ ફંક્શનમાં સામેલ થાય એવી શક્યતા છે.

આપણ વાંચો: Anant Ambani’s Birthday: જામનગરના ઉજવણી દરમિયાન સલમાન ખાને અનંત અંબાણી માટે ગીત ગાયું, જુઓ વિડીયો

પ્રી-વેડિંગ ફંક્શનના વેન્યુની વાત કરીએ તો સાઉથ ફ્રાન્સ પોતાની સુંદરતા અને સરસ મજાના બ્લ્યુ રંગના સમુદ્ર માટે જાણીતું છે. અહીંનું ક્રુઝ ટૂરિઝમ આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે અને દુનિયાભરથી લોકો અહીંયા ક્રૂઝ પર પાર્ટી કરવા માટે આવે છે.

અંબાણી પરિવારે ગુજરાતના જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં પહેલું પ્રિ-વેડિંગ ફંક્શન યોજ્યું હતું, જેમાં દુનિયાભરના અનેક નામચીન લોકોએ હાજરી આપી હતી. ફંક્શન બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ અને આનંદ મહિન્દ્રા જેવી અનેક મોટી મોટી હસ્તીઓની હાજરીથી દીપી ઉઠ્યું હતું. 1200 કરોડ રૂપિયાનો ખર્ચ આ ફંક્શન માટે કરવામાં આવ્યો હતો, જેમાં બોલીવૂડ સેલેબ્સે પણ હાજરી આપી હતી અને પર્ફોર્મન્સ આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button