મહારાષ્ટ્ર

દારૂના નશામાં ટેમ્પો હંકારી રાહદારીઓ, બાઇકર્સને અડફેટમાં લીધા: બેનાં મૃત્યુ

પાલઘર: પાલઘર જિલ્લામાં દારૂના નશામાં ટેમ્પો હંકારી રાહદારીઓ અને બાઇકર્સને અડફેટમાં લેતાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે છ જણ ઘવાયા હતા. ઘાયલોમાનાં અમુકની હાલત નાજુક છે, એમ પોલીસે જણાવ્યું હતું.
વાડા વિસ્તારમાં બુધવારે રાતના આ અકસ્માત થયો હતો અને બાદમાં પોલીસે ટેમ્પો ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

ટેમ્પોએ પ્રથમ રાહદારીઓ અશોક કલિંગડા (36) તથા અજિંક્ય બેર્ડે (35)ને અડફેટમાં લીધા હતા અને બંનેના ઘટનાસ્થળે મોત થયાં હતાં. ડ્રાઇવરે બાદમાં બાઇકર્સને ટક્કર મારી હતી, જેમાં છ જણને ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંના અમુક જણ ગંભીર છે.

વાડા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટેમ્પોના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button