મની લોન્ડરિંગ અને આરબીઆઈના નામે મહિલા સાથે 25 કરોડની કરાઈ છેતરપિંડી
મુંબઈ: ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં તાજેતરમાં મુંબઈના અંધેરીમાં મની લોન્ડરિંગ અને આઈરબીઆઈના નામે અંધેરીમાં મહિલા સાથે લગભગ 25 કરોડની છેતરપિંડી કરવાનો ચોંકાવનાર બનાવ જાણવા મળ્યો છે. મહિલાએ ગોલ્ડ લોન અને બધા શેર વેચીને સાઈબર ક્રિમિનલ્સને રકમ ટ્રાન્સફર કર્યા બાદ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં મુંબઈ પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગે કાર્યવાહી કરી 31 બેંક ખાતા સીઝ કર્યા છે તેમ જ આ ઓનલાઈન ફ્રોડ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ મામલે પીડિતાએ કહ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ વોટ્સએપ પર સાયબર સેલમાંથી પ્રદીપ સાવંત વાત કરી રહ્યો છું એવો ફોન કરીને મારો ફોન અને આધાર કાર્ડ મની લોન્ડરિંગના કેસ સાથે જોડાયેલા હોવાની માહિતી આપી હતી. ફોન વખતે એ શખસે ફોન CBI અધિકારીને ટ્રાન્સફર કરું છું એમ જણાવ્યું હતું. આ બનાવટી સીબીઆઇ ઓફિસરે પોતાનું નામ રાજેશ મિશ્રા નામ હોવાનું જણાવ્યું હતું. એના પછી એ શખશે મારી સામે એફઆઈઆર દાખલ કરી તેમ જ મિશ્રાએ ઇ-મેલ આઇડીની પણ માગણી કરી હતી.
આપણ વાંચો: આમ આદમી પાર્ટીને ફટકોઃ મની લોન્ડરિંગ કેસમાં વધુ એક વિધાનસભ્યની ઈડીએ કરી અટક
રાજેશ મિશ્રાએ પીડિતાનું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ ચીનમાં વેચ્યું છે અને 6.8 કરોડ રૂપિયાની રકમ મની લોન્ડરિંગ કરી છે, જ્યારે આ કેસમાં સામેલ હોવાનો પીડિતાએ ઇનકાર કર્યો ત્યારે તેને કહ્યું હતું કે તમે સિનિયર સિટીઝન હોવાથી પોલીસ સ્ટેશન બોલાવીશું નહીં. ત્યાર બાદ મિશ્રાએ કહ્યું હતું કે મને લાગે છે તમે નિર્દોષ છો એટલે હું તમારી મદદ કરીશ.
તમારી સામે એફઆઇઆર દાખલ કરી છે અને હું જ આ કેસની તપાસ કરી રહ્યો છે. તેની ઓળખ માટે અમુક આરોપીઓની તસવીર મોકલવામાં આવી છે, જ્યારે મહિલાએ મનાઈ કરી તો. ત્યાર બાદ મિશ્રાએ મહિલાને કહ્યું હતું કે આ બાબતમાં કોઈની સાથે વાત કરે નહીં અને એની મંજૂરી વિના મહારાષ્ટ્રની બહાર જાય નહીં.
એના પછી મિશ્રાએ તેને મહિલાને વોટ્સએપ પર એક લેટર મોકલી બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવા કહ્યું હતું અને જો તે પૈસા નહીં આપે તો તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવાની સાથે ત્રણ વર્ષની જેલની સજા પણ થશે એવી ધમકી આપી હતી. ધમકીથી ડરીને પીડિતાએ આરોપીના બેન્ક એકાઉન્ટમાં 15.9 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
નવમી ફેબ્રુઆરીએ આરોપી રાજેશ મિશ્રાએ પીડિતાને ફરી ફોન કરીને આરબીઆઇએ તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. મિશ્રાએ કહ્યું હતું કે તમારા મ્યુચ્યુઅલ ફંડ અને તમારા એકાઉન્ટના પૈસા એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી એક નવું એકાઉન્ટ ઓપન કરવું પડશે. જોકે પીડિતાએ આવું કરવાની મનાઈ કરતાં આરોપીએ પોતે જ એક એકાઉન્ટ ઓપન કરીને તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું અને આ માહિતી આરબીઆઇને મોકલવામાં આવશે એવો દાવો પણ કર્યો હતો.
મિશ્રાએ પીડિતાને ‘વ્હાઈટ ફંડ’ બનાવવા માટે 5.7 કરોડ રૂપિયાની માગણી કરી હતી ત્યાર બાદ પીડિતાએ પોતાના શેર વેચીને આ પૈસા ચુકવ્યા હતા તેમ જ ગોલ્ડ લોન લઈને 11.5 લાખ રૂપિયા મોકલ્યા હતા. આ સાથે વ્હાઈટ ફંડમાં 70 લાખ રૂપિયા પણ જમા કરાવવા કહ્યું હતું.
ત્રીજી એપ્રિલે મિશ્રાએ આ કેસ બંધ થઈ ગયો છે અને તેઓ અંધેરીના પોલીસ સ્ટેશનમાંથી આરબીઆઇની રસીદ લઈ શકે છે, એવું કહ્યું હતું. જોકે પોલીસ સ્ટેશન ગયા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી હતી અને હવે આ મામલે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.