દર વર્ષે બેંકમાં આટલા હજાર કરોડ રૂપિયાની FD કરાવે છે ભારતનું આ મંદિર…
જો અમે તમને પૂછીએ કે દેશનું સૌથી અમીર કે શ્રીમંત મંદિર કયું છે, એમની પાસે કેટલી સંપત્તિ? તો કદાચ આ સવાલનો જવાબ મોટાભાગના લોકો માટે અઘરો નહીં હોય અને તમે તરત જ કહેશો કે આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અને આ મંદિર પાસે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ છે. પરંતુ શું તમને ખબર છે કે મંદિર પાસે કેટલું રિઝર્વ કેશ એટલે કે બેંક બેલેન્સ છે? કેટલા રૂપિયાની એફડી કરાવે છે? જો તમને આ વાતની જાણ નથી તો તમને એ વિશે જણાવીએ…
ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર તિરુમલા પર્વતના વેંકટાદ્રિ નામના શિખર પર આવેલું છે. આ મંદિરની પ્રસિદ્ધિનું અનુમાન એ વાત પરથી જ લગાવી શકાય છે કે અહીં દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પાસે કુલ 18,817 કરોડ રૂપિયાનું કેશ રિઝર્વ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 1161 કરોડની એફડી કરાવવામાં આવી છે અને ટ્રસ્ટ છેલ્લાં 12 વર્ષથી દર વર્ષે 500 કરોડ રૂપિયાથી વધુની એફડી કરાવી રહ્યું છે.
આપણ વાંચો: વાવાઝોડાની માઠી અસર! દક્ષિણથી આવનારી ટ્રેન રદ, તિરુપતિમાં ફસાયા મુસાફરો
જોકે, 2019માં કોવિડને કારણે ચડાવામાં ઘટાડો જોવા મળ્યો હતો અને એ જ વર્ષે મંદિરે માત્ર 285 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. મંદિર ટ્રસ્ટની બેંકમાં કુલ 13,287 કરોડ રૂપિયાની એફડી છે. જ્યારે મંદિર સાથે સંકળાયેલા બીજા ટ્રસ્ટ પણ બેંકમાં 5,529 કરોડ રૂપિયાની એફડી કરાવી રાખી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટને દર વર્ષે એફડી પર વ્યાજ તરીકે 1600 કરોડ રૂપિયાની આવક થાય છે. સોનાની વાત કરીએ તો મંદિર ટ્રસ્ટને 11,329 કિલો સોનું બેંકમાં જમા કરાવી રાખ્યું છે અને માર્કેટ રેટની વાત કરીએ આજની તારીખમાં બજારમાં આ સોનાની કિંમત અબજો રૂપિયાથી વધુ છે.