નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election-2024: Votersને આ ઓનલાઈન એપ બેઝ કંપનીએ ઓફર કરી ફ્રી રાઈડ સર્વિસ

ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટમાંથી એક છે અને ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે જ્યારે ચોથી જૂનના મતગણતરી થશે. 16મી માર્ચના ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગાઝિયાબાદમાં લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો બે દિવસ બાદ એટલે કે 26મી એપ્રિલના યોજાવવા જઈ રહ્યો છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો મતદાન કરવા પહોંચે એટલે ઓનલાઈન ડ્રાઈવિંગ સર્વિસ પ્રોવાઈડ કરનાર Rapoidoએ Free Ride આપવાની જાહેરાત કરી છે.

Rapoidoએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતાં જાહેરાત કરી હતી કે ગાઝિયાબાદમાં વોટર્સને ફ્રી રાઈડ ઓફ કરી છે. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આપકી ઝિમ્મેદારી, હમારી સવારી… ચલો ગાઝિયાબાદ વોટ ડાલને ચલેં..
ગાઝિયાબાદમાં 26મી એપ્રિલના મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે Rapoidoએ ફ્રી રાઈડનો લાભ ઉઠાવવા માટે યુઝર્સને સ્પેશિયલ કોડ VOTENOWનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરી છે. આ કોડનો ઉપયોગ કરીને યુઝર્સ ફ્રી રાઈડનો આનંદ ઉઠાવી શકશે અને આરામથી પોતાના વોટિંગ બૂથ સુધી પહોંચી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સીટથી ચૂંટણી લડનારાઓમાં પ્રમુખ ઉમેદવારોમાં ભાજપથી અતુલ ગર્ગ, કોંગ્રેસથી ડોલી શર્મા અને બસપના નંદકિશોર પુંઢીરનો સમાવેશ થાય છે. 2019માં યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં ગાઝિયાબાદમાં ભાજપના વિજયકુમાર સિંહે 9.44,503 વોટ હાંસિલ કરીને મોટી જિત હાંસિલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button