ટોપ ન્યૂઝનેશનલ

UPSCની પરીક્ષામાં 51 મુસ્લિમ ઉમેદવાર થયા પાસ, અત્યાર સુધીનો મોટો આંકડો

નવી દિલ્હીઃ યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર દરેક ઉમેદવાર દેશનો નાગરિક હોય છે અને દેશની વહીવટી સેવામાં તેનું યોગદાન ખૂબ જ મહત્વનું છે, આથી તે કઈ જાતિ કે ધર્મનો છે તે ખાસ મહત્વ ધરાવતું નથી, પરંતુ દેશના મુસ્લિમ નાગરિકો શિક્ષણ લેવામાં પાછળ છે તેવી આપણી માનસિકતા છે અને આંકડાઓ પણ દર્શાવે છે કે મુસ્લિમ સમુદાયનો શૈક્ષણિક વિકાસ પ્રમાણમાં ઓછો અથવા ધીમો થયો છે ત્યારે દેશની સૌથી અઘરી માનવામાં આવતી સિવિલ સર્વિસિસમાં મુસ્લિમ ઉમેદવારોનું ઝળકવું ખૂબ સકારાત્મક ઘટના છે.

આ વખતે પાસ થયેલા 1016 ઉમેદવારમાંથી 51 મુસ્લિમ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અગાઉ વર્ષ 2016માં 50 મુસ્લિમ ઉમેદવારો, 2015માં 37, 2014માં 40 અને 2013માં 34 મુસ્લિમ ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયા હતા. આમાંથી પાંચ ઉમેદવાર 100 રેંકમાં પણ આવ્યા છે.


ઉત્તર પ્રદેશના બિજનૌરના સાદ મિયાં ખાને 25મો રેન્ક મેળવ્યો. મુસ્લિમ ઉમેદવારોમાં આ શ્રેષ્ઠ રેન્કિંગ છે. જકાત ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના 26 વિદ્યાર્થીઓ પણ આમાં સફળ થયા છે.


જેસલમેર જિલ્લાના સુમલિયાલી શહેરમાં ચાની દુકાન ચલાવતા 60 વર્ષના કુશલ દાનના પુત્ર દેશલ દાને 82મો રેન્ક મેળવ્યો છે. પુત્રની સફળતા પર ખુશી વ્યક્ત કરતાં કુશલે કહ્યું, મેં પરિવાર માટે સખત મહેનત કરી હતી, જેનું હવે પરિણામ આવ્યું છે. મારી પાસે ચા પીવા આવતા લોકો જ્યારે મારા પુત્રની સફળતાની વાત કરે છે ત્યારે મને સંતોષ થાય છે.


મેરીટમાં આવેલા ઉમેદવારોમાંથી 476 ઉમેદવારો જનરલ કેટેગરીના છે. જ્યારે 275 ઉમેદવારો ઓબીસી, 165 ઉમેદવારો એસસી અને 74 ઉમેદવારો એસટીના છે.


સફળ ઉમેદવારોમાંથી 180 IAS ઓફિસર બનશે. ભારતીય વિદેશ સેવા માટે 42, ભારતીય પોલીસ સેવા માટે 150, કેન્દ્રીય સેવાઓ જૂથ (A) માટે 565 અને જૂથ (B) સેવાઓ માટે 121. સફળ ઉમેદવારોમાં 476 જનરલ, 275 OBC, 165 SC અને 74 ST કેટેગરીના છે. UPSC મેન્સની પરીક્ષા 28 ઓક્ટોબર, 2017ના રોજ યોજાઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…