આમચી મુંબઈમહારાષ્ટ્ર

2006ના હત્યાનો પ્રયાસ, ખંડણીના કેસમાં કોર્ટે રવિ પૂજારી ગેન્ગના છ સાગરીતને નિર્દોષ છોડ્યા

થાણે: સંગઠિત ગુનાખોરી તેમ જ હત્યાનો પ્રયાસ અને ખંડણીના કેસમાં 16 વર્ષથી વધુ ટ્રાયલ બાદ ગેન્ગસ્ટર રવિ પૂજારીની ટોળકીના છ સાગરીતને થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળના કેસ હાથ ધરનારી વિશેષ કોર્ટના એડિશનલ સ્પેશિયલ જજ એ.એન. સિરસિકરે 1 એપ્રિલે પોતાના આદેશમાં કહ્યું હતું કે આરોપીઓ સામે ફરિયાદ પક્ષ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો. કોર્ટે આ જ કેસના અન્ય બે જણને પણ છોડી મૂક્યા હતા.

આપણ વાંચો: ગેન્ગસ્ટર પ્રસાદ પૂજારી સ્ટુડન્ટ વિઝા પર હોંગકોંગ ગયો હતો: પોલીસ

વિશેષ સરકારી વકીલ સંજય મોરેએ કોર્ટેને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2006માં આરોપીઓ નવી મુંબઈમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસ્યા હતા અને રૂપિયાની માગણી કરી હતી. તેેમણે એકાઉન્ટન્ટને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
બચાવપક્ષના વકીલ રામરાવ એસ.

જગતાપ, પૂનિત માહિમકર અને પ્રિયંકા ભોસલેએ આરોપ નકારી કાઢ્યા હતા. જજે ફરિયાદ પક્ષના કેસમાં ખામીઓ શોધી કાઢી હતી. ખાસ કરી આરોપીઓની ઓળખ અને સ્પષ્ટ હેતુના અભાવ તરફ આંગળી ચીંધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓ સંગઠિત ગુનાખોર ટોળકીના છે એવું સિદ્ધ કરાયું નથી.

ગુનાખોરીમાંથી મેળવેલાં નાણાંમાથી તેમણે મિલકતો ખરીદી કરી હોવાનું દર્શાવતા પણ કોઇ પુરાવા નથી. જજ સિરસિકરે નોંધ્યું હતું કે લગભગ 18 વર્ષ પૂર્વે નોંધાયેલા આ કેસમાં બે આરોપી સામે આરોપ હજી ઘડવાના બાકી છે. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?