આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘પવારે મારી વાત ન સાંભળી’:રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાએ ખડસે મુદ્દે કાઢ્યો બળાપો

મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર હજી પણ શરૂ જ છે અને હાલમાં જ ભાજપમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(એનસીપી-શરદચંદ્ર પવાર)માં જોડાયેલા દિગ્ગજ નેતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં જોડાયા. એકનાથ ખડસેએ છેલ્લા ટાણે પક્ષ છોડ્યો હોવાથી નારાજ એનસીપીના નેતાએ એક અંગત વાત જાહેર કરી છે.

એકનાથ ખડસેને જ્યારે પક્ષમાં લેવાયા ત્યારે પોતે ખડસેના પ્રવેશનો ખૂબ વિરોધ કર્યો હોવાનું એનસીપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય સતીશ પાટીલે કહ્યું હતું. ફક્ત એટલું જ નહીં, શરદ પવારે પણ ખડસેને લઇ ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું હોવાનો દાવો પાટીલે કર્યો હતો.

તેમણે ખડસે વિશે વાત કરતા કહ્યું હતું કે એકનાથ ખડસેને એનસીપીમાં લેવામાં આવ્યા ત્યારે જ મેં ખૂબ વિરોધ કર્યો હતો. જોકે, એ વખતે શરદ પવારે મારી વાત સાંભળી નહોતી.

આપણ વાંચો: પીએમ મોદીના જૂના નિવેદનને લઈ શરદ પવારે મોદીની કરી ટીકા

જળગાંવમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે બે દિવસ પૂર્વે શરદ પવારે પુણેના જળગાંવમાં નેતાઓ સાથે બેઠક યોજી હતી. આબેઠકમાં બધી જ ચર્ચા કરવામાં આવી. ત્યારે મેં તેમને કહ્યું કે ખડસેને લેવા માટે મેં તમને ના પાડી હતી અને અડધો કલાક સુધી તમારી સાથે ઝઘડ્યો હતો. તો પણ તમે મારી વાત ન સાંભળી અને તેમને વિધાન પરિષદના સભ્ય બનાવ્યા. જો મારી વાત સાંભળી હોત તો આજે રાવેલ માટે ઉમેદવાર શોધવાની જરૂર ન પડી હોત.

ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં ભાજપે એકનાથ ખડસેને ઉમેદવારી ન આપી ત્યારબાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને એનસીપીમાં સામેલ થયા હતા. એનસીપીએ પણ વિધાન પરિષદમાં મોકલાવીને તેમનું સન્માન કર્યું હતું. જોકે હવે લોકસભાની ચૂંટણી યોજાય તેના થોડા જ સમય પહેલા તેમણે એનસીપી છોડીને ફરી હાથમાં ભાજપનું કમળ પકડી લેતા એનસીપીના અનેક નેતાઓ નારાજ થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button