આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિગારેટ પીતી યુવતીને ઘૂરવાના કિસ્સામાં શખસને મળ્યું મોત

નાગપુર: બે યુવતીની છેડતી કરીને તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક શખસની ચાકુ મારીને હત્યા કરવાની ઘટના બની હતી. 28 વર્ષની એક યુવતી તેના મિત્રો સાથે પાનની દુકાન પર સિગારેટ પીવા ગઈ ત્યારે એક શખસે તેમના પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ કારણથી યુવતીને રણજિત રાઠોડની હત્યા કરી હતી.

એક અહેવાલ મુજબ શનિવારે રાતે મૃતક રણજિત રાઠોડ નામનો શખસ પાનની દુકાન પર ગયો હતો. આ દરમિયાન જયશ્રી પાનઝાડે સહિત અન્ય યુવતી પણ સિગારેટ પીવા માટે આવી હતી. આ ઘટના અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે નાગપુરમાં શનિવારે રાત્રે જયશ્રી પાનઝાડે તેની મિત્ર સાથે શોપિંગ માટે આવી હતી. આ દરમિયાન જયશ્રીએ નજીકની પાનની દુકાન પર જઈને સિગારેટ પીધી હતી, જેને લઈને રણજિત રાઠોડે જયશ્રી અને તેની મિત્ર સવિતા સાયરે પર ટિપ્પણી કરી તેમની સાથે ઝઘડો કર્યો હતો.


આ પણ વાંચો:
હત્યાની શંકા વ્યક્ત કરાયા બાદ બાળકનો દફનાવાયેલો મૃતદેહ બહાર કઢાયો

રણજિત રાઠોડ અને જયશ્રી પાનઝાડે સિગારેટ પીવા માટે દુકાને આવ્યા હતા. આ દરમિયાન આરોપી રણજિત રાઠોડે તેમના અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લીધે આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો ત્યાર બાદ રણજીત રાઠોડે પોતાનો મોબાઇલ કાઢી જયશ્રીનો વીડિયો બનાવ્યો હતો અને તે બાદ જયશ્રીએ પોતાના મિત્ર આકાશ રાઉતને બોલાવ્યો હતો. ત્યારબાદ આકાશ અને જયશ્રીએ રાઠોડ પર ચાકુ વડે હુમલો કરીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાની માહિતી મળતા તરત જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રણજિત રાઠોડને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રણજિત રાઠોડની હત્યા કરવા બદલ પોલીસે જયશ્રી પાનઝાડે, આકાશ રાઉત અને સવિતા સાયરેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના દરમિયાનના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button