આપણું ગુજરાત

દેશમાં સરેરાશ દૈનિક 400થી વધારે આત્મહત્યાઃ કૉંગ્રેસે સરકારને ઝાટકી

અમદાવાદઃ દેશમાં દરરોજ લગભગ 407 જેટલા લોકો આત્મહત્યા કરે છે, જેમાં રોજમદારોનું પ્રમાણ વધારે છે. આ આંકડાઓ સાથે કૉંગ્રેસે માહિતી આપી ભાજપની આકરી ટીકા કરી છે. ગુજરાત કૉંગ્રેસના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ ૪૦૭ થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.


ગુજરાતમાં પાછલા ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૮૭૯ વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યામાંની ઘટનાઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૭ આત્મહત્યાઓ ચિંતાજનક છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: વિપક્ષી ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવા પર કોર્ટની અંતિમ મુદત

વર્ષમાં ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. વર્ષ ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, વર્ષ ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬, વર્ષ ૨૦૧૯માં ૧,૩૯, ૧૨૩, વર્ષ ૨૦૨૦માં ૧,૫૩,૦૫૨, વર્ષ ૨૦૨૧માં ૧,૬૪,૦૩૩, વર્ષ ૨૦૨૨માં ૧,૭૧,૯૨૪ લોકોએ એમ કુલ ૯,૯૨,૫૩૫ લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે.


તેમણે ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે અચ્છે દિન, ખેડૂતોની આવક બમણી, દર વર્ષે બે કરોડ રોજગાર, મોંઘવારીના મારથી મુક્તિ મળશે, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે આ શું અમૃતકાળ છે, તેવા પ્રશ્નો પણ ગુજરાત કૉંગ્રેસે કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme