આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?

રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?

રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા બેફામ બફાટ બાદ ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવા માટે કટિબધ્ધ બન્ચા છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માગી હોવા છતા તેમના પ્રત્યનો રોષ સતત વધી રહ્યો છે. રૂપાલાના નિવેદન બાદ છેલ્લા 10 દિવસથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે પણ રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર સાથે રેલીનું આયોજન કર્યું હતું.

પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સળગેલો વિવાદ શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. ક્ષત્રિય સમાજનો આક્રોશ આસમાને છે, આજે બપોરે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી, બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું. આથી રાજકોટના બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો આ મહારેલીમાં જોડાવા રાજકોટ પહોંચ્યા હતા. કેસરી સાફા સાથે પૂરૂષો અને કેસરી સાડી પહેરીને ક્ષત્રિયાણીઓ એકત્ર થઈને રેલીમાં ભાગ બન્યા છે.

xr:d:DAF1Ko3kzjI:3759,j:735636657714481444,t:24040612

આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા છે. તેઓએ જણાવ્યું હતું કે, હજી પણ ઉગ્રતા વધતી જશે. નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હું ક્ષત્રિયની દીકરી તરીકે આવી છું, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. અમે રજૂઆતો કરી રહ્યા છીએ કે, રૂપાલાની ટિકિટ રદ કરો પણ તમે કરતા નથી તો અમારે અમારી રીતે જવાબ દેવો પડશે. હજી પણ ઉગ્રતા વધતી જશે. મકરાણાની અયકાયત કરવામાં આવી છે એ યોગ્ય ન કહેવાય. તેઓ પોતાના લોકોને મળવા આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાને નામે લોકોને ઉગ્રતા તરફ લઈ જવામાં આવી રહ્યા છે.

આપણ વાંચો: ‘હું મોદી સાથે છું, હું રૂપાલા સાથે છું…’ ના બેનરો હટાવાયા, ચૂંટણી પંચે કરી કાર્યવાહી

રાજકોટમાં રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થયેલી આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રુપાલની ટિકીટ રદ્દ કરોના નારા સાથે રેલી નિકળી હતી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ મહારેલીમાં ‘રૂપાલા હટાવો – સ્વમાન બચાવો’, ‘જય ભવાની, ભાજપ જવાની’ તથા ‘રૂપાલા હાય હાય’ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.ઉલ્લેખનિય છે કે, રાજકોટ કલેક્ટર દ્વારા રેલીની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ મહારેલીમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તે જ પ્રકારે કલેક્ટર કચેરી બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમાં, પોલીસ દ્વારા વોટર કેનન સહિત વજ્ર વાહનો તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે.

આ દરમિયાન ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થવાની છે એ અમને વિશ્વાસ છે. ઉમેદવારી નોંધાવે તે પહેલાં અમે કેટલાક નિર્ણયો કરવાના છીએ. જે બાબતને લઈ આવતીકાલે ધંધુકા ખાતે અસ્મિતા નામનું વિશાળ સંમેલન યોજાશે. તેમણે વિગતો આપતા કહ્યું કે, ધંધુકાના સંમેલનમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના તમામ સંગઠનો જોડાશે. કરણસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, રાજકોટ બેઠક પર 400થી વધુ ઉમેદવારી પત્રો ભરાશે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજનુ વિશાળ સંમેલન યોજાશે. જે ગુપ્ત રણનીતિ હોવાથી બાદમાં જાહેર કરાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button