આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી અર્પણ કરી પ્રચાર શરૂ કર્યો, ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ

રાજકોટ: Parshottam Rupala on Kshatriya Samaj: ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદનો મધપૂડો છેડતા રાજકોટ લોકસભા બેઠકના (Rajkot Loksabha Election 2024) ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. વિવાદોની વચ્ચે રાજકોટ ખાતે આવેલા માતા આશાપુરા મંદિર ખાતે દર્શન કરી, માતાજીને ચુંદડી અર્પણ કરી અને પ્રસાદ ગ્રહણ કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. દિલ્હી ખાતે કેબિનેટ બેઠકમાં ભાગ લઈને પરત આવેલા ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો હતો. એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં તેને નિવેદન આપ્યું હતું કે તમામ સમાજ મારી સાથે છે અને ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો મારા સમર્થનમાં છે.

જો કે ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ શાંત થવાનું નામ લેતો નથી. હજુ પણ મોટા ભાગના ક્ષત્રિય સંગઠનો રૂપાલાની ન માત્ર ઉમેદવારી રદ થાય પરંતુ તેને કોઈ પણ બેઠક પર ભાજપ ચૂંટણી ન લડાવે તેવી માંગને લઈને અડગ રહ્યા છે. ક્ષત્રિય મહિલા અગ્રણી પદમીનીબા વાળા (Padminiba vala) પણ પોતાની સમર્થક મહિલાઓ સાથે અન્ન-જળનો ત્યાગ કરીને વિરોધ પર બેસી ગયા છે. અને રાજકોટના રેલનગર વિસ્તારમાં પદ્મિનીબાની આગેવાનીમાં રૂપાલાને વોટ નહીં આપવાની અપીલ કરતા પોસ્ટર લાગવામાં આવ્યા છે.

બીજી બાજુ ગોંડલથી પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ગોંડલ કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. ગોંડલના ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલા નામના વ્યક્તિએ વિવાદિત નિવેદનને લઈને પુરુષોત્તમ રૂપાલા વિરુધ્ધ IPC કલમ 499, 500 અંતર્ગત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે રૂપાલા વિવાદને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિરોધ ચરમ સીમાએ છે ત્યારે વડોદરામાં મળેલા એક પાટીદાર સંમેલનમાં રૂપાલાને વડોદારાથી ટિકિટ આપવાની પણ માંગ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress