આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ક્ષત્રિયોના વિરોધ અને આંતરિક વિખવાદ વચ્ચે તમામ 26 સીટો પર જીતનો ભાજપનો દાવો

ગુજરાતમાં કેટલીક સીટો પર ભાજપના ઉમેદવારોને લોકોના વિરોધ તથા પાર્ટીના આંતરિક વિખવાદનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે રાજકોટ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર વિરૂધ્ધ લોકજુવાળ જોવા મળી રહ્યો છે. હવે આ સ્થિતીમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રાજ્યની તમામ 26 સીટો પર ભગવો લહેરાવવાનો દાવો કર્યો છે.

ભાજપનાના આ અગ્રણી નેતાનું કહેવું છે કે તેમની પાર્ટીને ગુજરાતની તમામ 26 સીટો જીતતા કોઈ પણ ગઠબંધન રોકી શકશે નહીં અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જમીની વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર નથી.

સીઆર પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ-આપ ગઠબંધનથી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરવાના તેમના પક્ષના પ્રયાસોમાં કોઈ ફરક પડશે નહીં.

આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?

પાટીલે વધુમાં કહ્યું,કે ‘કોઈપણ ગઠબંધન ભાજપને તમામ 26 બેઠકો જીતતા રોકી શકશે નહીં. હું માનું છું કે કોંગ્રેસ અને AAP હજુ પણ સપના જોઈ રહ્યા છે અને જમીની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી.

બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે ભલે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપને ભાજપની તુલનામાં ઓછા મતો મળ્યા હોય પણ આ વખતે રાજ્યની 26 સીટોમાંથી કેટલીક બેઠકો પર જીત મળશે તે વાતનો ભરોસો છે.

કોંગ્રેસ અને AAP નેતાઓનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીના આંકડા ભૂતકાળની વાત છે. તેઓ દાવો કરે છે કે મતદારોની બદલાતી ભાવનાઓ અને નવી વ્યવસ્થા સાથે તેઓ ભાજપ સામેની તેમની સંયુક્ત લડાઈ દ્વારા વધુ મતદારોને આકર્ષિત કરી શકશે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે “આપ વિપક્ષના ‘ઈન્ડિયા’ ગઠબંધનનો ભાગ છે અને અમે ગુજરાતમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છીએ. ગઠબંધન ચોક્કસપણે ભાજપ વિરુદ્ધ મતોના વિભાજનને અટકાવશે અને AAP અને કોંગ્રેસ બંનેને મદદ કરશે.

આપણ વાંચો: ગુજરાતની રાજનીતિમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટ પર ઉતારશે ઉમેદવાર

રાજ્યમાં કોંગ્રેસ 24 બેઠકો પર અને AAP બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, AAPના ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ભાગ લીધો હતો.

તે જ પ્રકારે ગુજરાત AAPના નેતા સાગર રબારીએ દાવો કર્યો કે, ‘આ વખતે ગઠબંધન ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતોના વિભાજનને અટકાવશે. જો એક બેઠક પર માત્ર એક પક્ષનો ઉમેદવાર ભાજપના ઉમેદવાર સાથે સ્પર્ધા કરે તો મતદારોમાં સત્તા વિરોધી ભાવના વિભાજિત થશે નહીં.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં, AAPએ પહેલીવાર તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપ અને કોંગ્રેસ બંને સામે ચૂંટણી લડી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 52.50 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસ અને AAPને કુલ મળીને 40.2 ટકા વોટ મળ્યા હતા.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker