ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

શોકિંગઃ વર્ષે લોકો કેટલું ફૂડ બગાડે છે, જો ના જાણતા હોય તો જાણી લો મોટા ન્યૂઝ

નૈરોબીઃ આજે ગરીબ દેશોમાં એક-બે ટંક ખાવા-પીવા માટે પ્રજાને વલખા મારવા પડતા હોય છે, પરંતુ અમીર-ગરીબ દેશોમાં તો ફૂડનો બગાડ કરવામાં લોકો મોખરે છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટમાં સૌથી મોટો દાવો કરતા જણાવ્યું છે કે દુનિયાભરમાં વર્ષે લોકો એક અબજ ટનથી વધુ ફૂડનો બગાડ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે દુનિયાભરમાં દર વર્ષે એક અબજ ટનથી વધુ ફૂડનો બગાડ કરવામાં આવે છે, જ્યારે સરેરાશ એક વ્યક્તિ 79 કિલો ફૂડને બરબાદ કરે છે, જ્યારે વર્ષે 80 કરોડથી વધુ લોકો તો ભૂખ્યા પેટે સૂવે છે.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પરિસ્થિતિ ફક્ત અમીર દેશોની નથી, પરંતુ મોટા મોટા દેશો જ નહીં, પરંતુ નાના-નાના દેશોમાં પણ આ જ હાલ છે.

શહેરોની તુલનામાં ગામડાંઓમાં અનાજનો ઓછો નાશ થાય છે. એનું કારણ એ પણ છે કે શહેરોની તુલનામાં ગામડાઓમાં પાલતુ જાનવરની સંખ્યા વધારે છે. ગામડાઓમાં જાનવરોના પેટ સુધી અન્ન પહોંચી છે, તેથી ગામડાઓમાં અનાજ બરબાદ થતું નથી.

ખોરાકનો સૌથી વધુ બગાડ પરિવારમાં થાય છે. 63.1 કરોડ ટન એટલે 60 ટકા ખોરાક તો પરિવારમાં બગાડ થાય છે. 29 ટન ફૂડ સર્વિસ સેક્ટર અને 13 કરોડ ટન રિટેલ સેક્ટરમાં બગાડ થાય છે. 2022માં સરેરાશ દુનિયાભરમાં એક વ્યક્તિએ 79 કિલો ફૂડનો બગાડ કર્યો હતો. અમીર દેશોની તુલનામાં ગરીબ દેશોમાં સરેરાશ સાત કિલોગ્રામ ફૂડનો બગાડ થયો હતો.

આપણ વાંચો: Smriti Iraniને 24 કલાકમાંથી 20 કલાક કામ કરવાની તાકાત આપે છે આ સુપરફૂડ

2022માં વર્ષે 1.05 અબજ ટન ફૂડને બરબાદ કરવામાં આવ્યું હતું. એટલે લોકો માટે જેટલું ખાવાનું ઉપલબ્ધ હતું, જેમાં 19 ટકા બરબાદ થયું હતું. આ જ હિબાસે જોવામાં આવે તો વર્ષે 1 ટ્રિલિયન ડોલર એટલે લગભગ 84 લાખ કરોડ રુપિયાનું ફૂડ બરબાદ થયું હતું.

યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનો ‘ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ’ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે 2030 સુધીમાં ખાદ્ય પદાર્થોની બરબાદીને અડધો કરવા માટે દેશોની કામગીરી પર દેખરેખ રાખે છે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: Mukesh Ambaniને પસંદ છે અહીંયાના Idli-Sambhar, અઠવાડિયે ઓર્ડર કરે છે ફૂડ, કિંમત છે 50 રૂપિયા…

યુએનએ જણાવ્યું હતું કે ઇન્ડેક્સ માટે રિપોર્ટ કરનારા દેશની સંખ્યા 2021માં પ્રથમ રિપોર્ટથી લગભગ બમણી થઈ ગઈ છે. 2021ના રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2019માં વૈશ્વિક સ્તરે ઉત્પાદિત ભોજનના 17 ટકા અથવા 931 મિલિયન મેટ્રિક ટન (1.03 અબજ ટન) વેડફાઈ ગયુ હતું પરંતુ ઘણા દેશોમાંથી પૂરતા ડેટાના અભાવને કારણે લેખકોએ સીધી સરખામણીઓ સામે ચેતવણી આપી હતી.

આ અહેવાલ યુએનઇપી અને એક આંતરરાષ્ટ્રીય ચેરિટી વેસ્ટ એન્ડ રિસોર્સીસ એક્શન પ્રોગ્રામ દ્ધારા તૈયાર કરવામાં આવ્યો છે. સંશોધકોએ ઘર, ફૂડ સર્વિસ અને રિટેલર્સ પરના દેશના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. દરેક વ્યક્તિ વાર્ષિક આશરે 79 કિલોગ્રામ (લગભગ 174 પાઉન્ડ) ખોરાકનો બગાડ કરે છે, જે વિશ્વભરમાં દરરોજના બરબાદ થનારા ઓછામાં ઓછા 1 અબજ ટન ભોજન બરાબર છે. ખોરાકના કુલ બગાડમાંથી 60 ટકા ઘરોમાંથી આવતો હતો. લગભગ 28 ટકા ફૂડ સર્વિસ અથવા રેસ્ટોરાંમાંથી આવતો હતો. લગભગ 12 ટકા રિટેલર્સ પાસેથી ખાદ્ય-પદાર્થનો બગાડ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button