ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન ગોલ-સ્કોરરના પરિવારને મોતની ધમકી
બ્યુનોસ આઇરસ: 2021માં આર્જેન્ટિનાને કૉપા અમેરિકાનું અને 2022ના ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ અપાવવામાં મોટું યોગદાન આપનાર ખેલાડી ઍન્જલ ડિ મારિયાના પરિવારને મોતની ધમકી આપવામાં આવી છે. ડિમારિયાનો પરિવાર રૉઝારિયો શહેરમાં રહે છે અને ત્યાં તેમને આ ધમકી આપતું નનામું પૅકેટ મળ્યું હતું જેમાં ધમકીનો સંકેત અપાયો હતો.
2022ના વિશ્ર્વ કપની ફાઇનલમાં બે ગોલ કરનાર લિયોનેલ મેસી સુપરસ્ટાર હતો, પરંતુ ડિ મારિયાનો ફાળો પણ નાનોસૂનો નહોતો. મેસીએ 23મી અને 108મી મિનિટમાં ગોલ કર્યો હતો, જ્યારે ડિમારિયાએ 36મી મિનિટમાં ગોલ કર્યો હતો.
ર્જેન્ટિનાના આ ત્રણ ગોલ સામે ફ્રાન્સના પણ ત્રણ ગોલ હતા જેને કારણે મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી જેમાં આર્જેન્ટિનાએ 4-2થી જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. એ પહેલાં, 2021માં કૉપા અમેરિકા ટૂર્નામેન્ટમાં બ્રાઝિલ સામેની અત્યંત રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટિનાએ 1-0થી જીતીને ટ્રોફી મેળવી લીધી હતી અને એ એક ગોલ ડિ મારિયાએ બાવીસમી મિનિટમાં કર્યો હતો.
આપણ વાંચો: ચલો કરીએ બીજા વર્લ્ડ કપની તૈયારી?
ડિ મારિયા આર્જેન્ટિનાની ટીમ સાથે અમેરિકાના પ્રવાસે ગયો છે. તે નાનપણથી આ ક્લબ વતી રમે છે.
રૉઝારિયો શહેરમાં ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા લોકો વચ્ચેના ટકરાવને કારણે હિંસાની ઘટના બને છે. આ શહેરમાં સરેરાશ દર એક લાખ લોકોમાં બાવીસ વ્યક્તિ સદોષ મનુષ્યવધના શિકાર થતા હોય છે.
ગયા વર્ષે રૉઝારિયો શહેરમાં એક સુપર માર્કેટની માલિકી ધરાવતા લિયોનેલ મેસીના એક સંબંધીને ગોળી મારવામાં આવી હતી અને પછી હુમલાખોર સંદેશ છોડીને ગયો હતો જેમાં લખવામાં આવ્યું હતું, ‘મેસી, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ.’