આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપે ગુજરાતની તમામ સીટો માટે ઉમેદવારો કર્યા ફાઈનલ, નવી યાદીમાં આ 6 નેતાઓના નામ જાહેર

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે. રવિવાર 24મી માર્ચે સાંજે ભાજપે બાકીની 6 બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા હતા. મહેસાણામાંથી હરીભાઈ પટેલ, સાબરકાંઠામાંથી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, સુરેન્દ્રનગરમાંથી ચંદુભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢમાંથી રાજેશભાઈ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ મનુભાઈ સુતરિયા, વડોદરામાંથી હેમાંગ યોગેશચંદ્ર જોષીને ટિકિટ આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં ભાજપને મોટો ફટકો ત્યારે લાગ્યો જ્યારે બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી, જ્યારે વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટે પણ આગામી ચૂંટણી માટે પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. ભાજપે હવે આ બંને બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત કરી છે.

આપણ વાંચો: ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?

વડોદરા બેઠક પરથી ભાજપના પૂર્વ ઉમેદવાર રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે તેઓ અંગત કારણોસર લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. જો કે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતા જ ભાજપમાં વિરોધના અવાજો ઉઠવા લાગ્યા હતા. ભાજપના નેતા અને પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટના નામનો વિરોધ કર્યો હતો.

તેના વિરોધમાં શહેરભરમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. જો કે સાબરકાંઠા લોકસભા સીટના પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાનું કોઈ કારણ આપ્યું ન હતું.

એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે 18મી લોકસભાની રચનાની તારીખો જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થશે અને પરિણામ 4 જૂને આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button