આવતીકાલે Holi Celebration માટે બહાર નીકળવાના છો??? જો જો રેલવે રંગમાં ભંગ ન પાડે…
મુંબઈ: રંગોનો તહેવાર હોળી દરમિયાન પણ મુંબઈગરાને ટ્રેનોના ધાંધિયામાંથી છૂટકારો મળે એમ નથી, કારણ કે મધ્ય રેલવે દ્વારા દર રવિવારની જેમ જ આવતીકાલે એટલે કે 24મી માર્ચના દિવસે પણ મધ્ય અને હાર્બર લાઈન પર મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે હોળીની ઉજવણી કરવા બહાર નીકળનારા મુંબઈગરાને મુશ્કેલીનો સામનો કરવો પડશે, એવી પૂરેપૂરી શક્યતા છે.
મધ્ય રેલવેના માટુંગા મુલુંડ વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ ડાઉન સ્લો લોકલ ટ્રેન અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ અને નાહુર સ્ટેશન પર ટ્રેનો નહીં ઊભી રહે.
આ પણ વાંચો…
Holi 2024: ભૂલથી પણ હોલિકા દહનમાં ન પ્રગટાવશો આ વસ્તુ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો
જયારે હાર્બર લાઈન પર સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ વચ્ચે અને વાશી, બેલાપુર, પનવેલથી સીએસએમટી વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી કુર્લા આવે વાશી પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો…
Holi Hair Care Tips: હોળી પર રંગોથી ડેમેજ થતાં વાળને કઈ રીતે બચાવશે? આ રીતે રાખો સંભાળ
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો આવતીકાલે પશ્ચિમ રેલવે પર કોઈ પણ પ્રકારનો મેગા બ્લોક હાથ નહીં ધરવામાં આવે, જેને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો નહીં આવે. પશ્ચિમ રેલવે પર હોલીડે ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેનો દોડાવવામાં આવશે એવું પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.