(અમારા પ્રતિનિધિ તરફથી)
Delhi: ભાજપે લોકસભાની ચૂંટણી માટેની પોતાની ચોથી યાદી જાહેર કરી છે અને આ ચોથી યાદીમાં તામિલનાડુના 15 ઉમેદવારોના નામ આપવામાં આવ્યા છે. આ પહેલાં ભાજપે જે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી તેમાં તામિલનાડુના નવ ઉમેદવારોના નામ સામેલ હતા. ત્રીજી યાદીમાં તામિલનાડુના ભાજપના અધ્યક્ષ અન્ના મલાઈને કોઈમ્બતૂર લોકસભા બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી હતી.
શુક્રવારે ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી તેમાં તામિલનાડુ અને પુડુચેરીના ઉમેદવારોના નામ આપવામાં આવ્યા છે. સાત તબક્કામાં થનારી ચૂંટણીનો પહેલો તબક્કો 19 એપ્રિલે છે. તામિલનાડુ અને પુડુચરીમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે.
ભાજપે આ વખતે પુડુચરીથી એ. નમસ્સિવયમને ઉમેદવારી આપી છે. અત્યારે આ બેઠકનું પ્રતિનિધિત્વ કૉંગ્રેસના નેતા વી. વૈથિલિંગમ કરી રહ્યા છે. કૉંગ્રેસે ફરી એક વખત તેમને ઉમેદવારી આપવામાં આવી છે. ચોથી યાદીમાં તામિલનાડુના 15 ઉમેદવારના નામ સામેલ કરવામાં આવ્યા છે. તેલંગણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદર રાજનને ચેન્નઈ સાઉથની બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ