નેશનલ

તો શું EDના અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા કેજરીવાલ!

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધે તેવા સંજોગો છએ. દિલ્હી લીકર પોલિસી કેસમાં કેજરીવાલ હાલમાં ઇડીની કસ્ટડીમાં છે. ઇડી તેમની પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના સીએમ કેજરીવાલ ED અધિકારીઓની જાસૂસી કરતા હતા. EDને આના પુરાવા મળ્યા છે. EDએ દરોડા દરમિયાન કેજરીવાલના ઘરેથી દસ્તાવેજો રિકવર કર્યા છે. દરોડા પાડવા આવેલા ED અધિકારીઓના નામ, સરનામા અને અન્ય ઘણી માહિતી મળી આવી હતી. કેજરીવાલના લક્ઝરી શીશ મહલમાંથી 150 પાનાના દસ્તાવેજો મળી આવ્યા હતા. થિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે ED આ મામલે કાર્યવાહી કરી શકે છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

ઘરમાંથી મળી આવેલા દસ્તાવેજો કેજરીવાલ પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે અને તેમના માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. EDનું કહેવું છે કે કેજરીવાલના ઘરેથી જે દસ્તાવેજો મળ્યા છે તેમાં ED અધિકારીના પરિવારની માહિતી લખવામાં આવી છે. કેટલાક અધિકારીઓના કામ, પરિવાર અને સંપત્તિ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. ભલા ED અધિકારીઓના ઘર, કામ, પરિવાર અંગે માહિતી ભેગી કરવાની કેજરીવાલને શું જરૂર પડે! આવા દસ્તાવેજો અને માહિતી મેળવવી ગેરકાયદેસર ગણવામાં આવે છે. EDની ટીમે આ દસ્તાવેજો પોતાના વરિષ્ઠ અધિકારીઓને મોકલી આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દસ્તાવેજોના કારણે કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થવાની ખાતરી છે.

ED કોર્ટમાં પહેલીવાર આમ આદમી પાર્ટી વિરુદ્ધ પુરાવા રજૂ કરશે. EDએ ગોવામાં ચૂંટણી લડી રહેલા AAP ઉમેદવારોના નિવેદનો નોંધ્યા છે. આ ઉમેદવારોનો આરોપ છે કે ચૂંટણી લડવા માટે તેમને AAP દ્વારા રોકડ રકમ આપવામાં આવી હતી. EDનો આરોપ છે કે આ એ જ પૈસા છે જે AAPને દક્ષિણ ભારતીય ઉદ્યોગપતિઓએ એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં આપ્યા હતા.

દિલ્હી લીકર પોલિસી કેસમાં કેજરીવાલના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે, જેમાં વિનંતી કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલની અરજી પર કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલાં તેમની બાજુ સાંભળવામાં આવે. ઇડી કેજરીવાલની 10 દિવસની કસ્ટડી માગી શકે છે.

દરમિયાનમાં એવી માહિતી મળી રહી છે કે કેજરીવાલે તેમની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. કાનૂની નિષ્ણાંતો જણાવે છે કે કેજરીવાલે આમ એટલા માટે કર્યું છે કે પહેલા નીચલી અદાલતમાં પોતાનો કેસ રજૂ કરવો વધુ સારો રહેશે. જો ત્યાં કોઇ આંચકો લાગે તો પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. અત્યારથી બ્રહ્માસ્ત્રની જેમ સુપ્રીમ કોર્ટનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button