100 વર્ષ બાદ આવી હશે Jamnagarની જાહોજલાલી, AIની કમાલ જોઈ ચોંકી ઉઠશો…

અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Anant Ambani and Radhika Merchantના પ્રિ વેડિંગ સેલિબ્રેશનની અને જામનગરની જ વાતો થઈ રહી છે. અંબાણીઝના આ ગ્રાન્ડ સેલિબ્રેશનને કારણે ગુજરાતનું જામનગર એકદમ ચર્ચામાં અને લાઈમલાઈટમાં આવી ગયું છે. એક સાથે દુનિયાભરના શક્તિશાળી અને મહત્વના લોકો જામનગરની ધરતી પર એકઠા થયા છે ત્યારે અમે પણ Artificial Intelligence (AI)ની મદદથી આજથી 100 વર્ષ બાદ આ જામનગર કેવું દેખાશે એની કલ્પના કરી હતી. AI દ્વારા જે પરિણામો સામે આવ્યા છે એ જોઈને તમે પણ એકદમ ચોંકી ઉઠશો, આવો જોઈએ આખરે એવું તે શું દેખાડ્યું આ ટેકનોલોજીએ એક નજર કરીએ…
અગાઉ જણાવ્યું એમ Anant Ambani and Radhika Merchantના પ્રિ વેડિંગ સેલિબ્રેશનને કારણે રાતોરાત જામનગર ચર્ચામાં આવી ગયું છે. જ્યારે AI બોટને અમે 100 વર્ષ બાદ આ જામનગર કેવું દેખાશે એવો સવાલ કર્યો ત્યારે તેણે જે રિઝલ્ટ આપ્યા એ જોઈને તમારી આંખો અંજાઈ જશે. સમુદ્રના કિનારે વસેલા આ શહેરની સુંદરતા ખરેખર અદભૂત છે.
AI દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફોટોમાં જામનગર ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહ્યું છે. 100 વર્ષ બાદ જામનગરમાં પણ મોટી મોટી હાઈરાઈઝ ઈમારતો જોવા મળશે અને તે એક કોઈ મોટા મેટ્રો સિટીની યાદ અપાવી રહી છે. આ સાથે સાથે જ 10 વર્ષ બાદ જામનગરમાં જોવા મળી રહેલી હરિયાળી પણ તમારું ધ્યાન ચોક્ક્સ ખેંચશે.
ગુજરાતના જિલ્લામાં આવેલું જામનગરએ એકદમ ઐતિહાસિક શહેર છે, જેની નિર્માણ જમ સાહેબ દ્વારા 1540માં કરાવવામાં આવ્યું હતું. ગુજરાતનું આ રમણીય જામનગર દેશના મોટા અને મહત્વના રાજ્યો તેમ જ શહેરો સાથે રેલવે, રોડ અને હવાઈ માર્ગે જોડાયેલું છે જ્યારે અહીંના ઉદ્યોગની વાત કરીએ તો અહીં સિમેન્ટ, વસ્ત્ર, મીઠું અને કુંભારકામ પ્રમુખ છે. આ સિવાય અહીં ભારતની સૌથી મોટી રિફાઈનરી પણ આવેલી છે, જેનો જામનગરના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે.