નેશનલ

Uma Bharti એ અયોધ્યામાં કર્યા રામલલ્લાના દર્શન, કહ્યું, ‘હવે કાશી-મથુરા…

અયોધ્યામાં રામલલ્લાના શુક્રવારે (1 માર્ચ) દર્શને પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામ મંદિર આંદોલનના ફાયર બ્રાન્ડ લીડર ઉમા ભારતી (Uma Bharti In Ayodhya) એ કાશી મથુરામાં અયોધ્યા જેવા ભવ્ય મંદિરની ભવિષ્યવાણી કરી હતી. અયોધ્યાની જેમ કાશી અને મથુરામાં મંદિરોના કથિત ધ્વંસ અને મસ્જિદોના નિર્માણના વિવાદ પર તેમણે કહ્યું કે અયોધ્યામાં ખોદકામ બાદ પુરાવા મળ્યા છે, પરંતુ મથુરા-કાશીમાં પહેલાથી જ પુરાવા મોજૂદ છે. તેથી, જે રીતે અયોધ્યામાં થયું (મંદિર નિર્માણ), તે જ મથુરા અને કાશીમાં પણ થશે.

ઉમા ભારતીએ જણાવ્યુ કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તેઓ હનુમાનગઢીના દર્શન કરી શક્યા ન હતા. જેથી તેઓ આજે દર્શન કરવા પહોંચ્યા છે. રામમંદીરનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે, અમે શું તપસ્યા કરી? જે લોકો એ પોતાના પ્રાણોંની આહુતિઓ આપી છે તેઓ ધન્ય થઈ ગયા છે. અને જ્યારે રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે ભલે તેઓને જોઈ નથી શકતા પરંતુ તેઓમાં ફરી પ્રાણ પુરાયા હશે.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ તેને ટિપ્પણી કરી કે આ વખતે દરેકના સુપડા સાફ થઈ જશે. કોંગ્રેસ માત્ર 15-20 સીટો પર સીમિત થઈ જશે. મોદીજી કહે છે કે NDA 400 પાર જશે, પરંતુ હું કહું છું કે ભાજપ એકલી જ 400 પાર થઈ જશે. એ સિવાય NDAની બેઠકો હશે અને સરકાર પણ એનડીએની જ બનશે.

રામની લહેર નથી તેવા રાહુલ ગાંધીના નિવેદન પર અયોધ્યામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઉમા ભારતીએ કહ્યું કે આ રામની લહેર નથી પરંતુ રામની ગતિ છે. તેમણે કહ્યું કે રામ આ દેશની ધરતી પર અનાદિ કાળથી અનંતકાળ સુધી રહ્યા છે. રાહુલ ગાંધીને આ કહેવું તેમની મજબૂરી છે, કારણ કે તેમણે એફિડેવિટમાં જ રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો. જેઓ રામના અસ્તિત્વમાં માનતા ન હતા તેઓ ન તેને લહેર દેખાશે કે ન હિલોરે (હિલચાલ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button