નેશનલ

હીટ એન્ડ ડ્રેગ: ગાઝિયાબાદમાં કારચાલક બન્યો હેવાન, કરી નાખ્યું આવું ક્રૂર કારસ્તાન

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હીટ એન્ડ ડ્રેગનો એક ભયાનક વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની આકરી ટીકા કરી હતી. ગાઝિયાબાદમાં બનેલી આ ઘટનામાં એક કારે વ્યક્તિને પાછળથી ટક્કર માર્યા પછી વ્યક્તિ કારની બોનેટ પર લટકી ગયો હતો અને આ કારચાલકે તે વ્યક્તિને ત્રણ કિલોમીટર સુધી ઘસડતો પણ લઈ ગયો હતો. આ આખી ઘટનાનો વીડિયો રસ્તા પર લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો.

એક અહેવાલ મુજબ ગાઝિયાબાદમાં બે કારની ટક્કર થતાં વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન કાર ડ્રાઇવરે યુવકને ટક્કર મારી તેને ત્રણ કિલોમીટર સુધી ઘસડીને લઈ ગયો હતી. કારના બોનટ પર બેસેલા વ્યક્તિને ત્યાં હાજર રહેલા લોકોએ કારને રોકીને ઉતાર્યો હતો. આ ઘટનાને લઈને પીડિતે આરોપી સામે FIR નોંધાવી છે.

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની કાર જપ્ત કરી લીધી છે, પણ આરોપી ઘટના સ્થળેથી ભાગી જતાં તેની શોધ ચાલી રહી જોવાની માહિતી સૂત્રોએ આપી હતી. થોડા સમય પહેલા દિલ્હીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. કેશવપુરમમાં બનેલી આ ઘટનામાં પેટ્રોલિંગ કરી રહેલા બે પોલીસકર્મીઓ સામે એક કારે સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી.

સ્કૂટીને જોરદાર ટક્કર વાગતા તેના પર સવાર એક વ્યક્તિ હવામાં ઊછળીને કારની વિન્ડશિલ્ડ અને બોનટ વચ્ચે તો બીજો વ્યક્તિ કારની છત પર પડ્યો હતો, તેમ જ સ્કૂટી પણ કારના બમ્પરમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે આ ગંભીર ઘટનામાં હત્યાનો ગુનો નોંધી ડ્રાઈવર સાથે બીજા પાંચ લોકોની અટક કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button