6 રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ, મતોની ગણતરી શરુ
6 રાજ્યની 7 વિધાનસભા બેઠકો માટે મંગળવારે યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતગણતરી આજે વહેલી સવારે આઠ વાગ્યાથી શરુ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામોને આ વર્ષના અંતમાં યોજાનાર પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતૃત્વવાળી એનડીએના વિરોધમાં વિરોધી પક્ષોના ગઠબંધન ઇન્ડિયાની પરીક્ષાના રુપે જોવામાં આવી રહ્યાં છે. મંગળવારે યોજાયેલ પેટા ચૂંટણીમાં ભારે સંખ્યામાં મતદાન થયું હતું. ત્યારે હવે આ 7 બેઠકો પર વિરોધી પક્ષનું ગઠબંધન ઇન્ડિયા કે પછી ભાજપના નેતૃત્વવાળું એનડીએ બાજી મારશે એ તો પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.
ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લાના ધનપુરમાં 89.20 ટકા અને બોક્સાનગર નિર્વાચન ક્ષેત્રમાં 82.92 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળના ધૂપગુડી અને કેરલના પુથુપલ્લીમાં ઇન્ડિયા ગંઠબંધનના પક્ષો એક બીજાની સામે ચૂંટણી લડી રહ્યાં છે. ધૂપગુડીમાં લગભગ 76 ટકા અને પુથુપલ્લીમાં લગભગ 73 ટકા મતદાન થયું છે.
યુપીના ઘોસી નિર્વાચન ક્ષેત્રમાં પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સંયુક્ત મોરચો બનાવ્યો હતો. અહીં માત્ર 50.30 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ઝારખંડના ડુમરીમાં કુલ 2.98 લાખ મતદારોમાંથી 64.84 ટકા લોકોએ પોતાના વોટનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે અહીં 55.44 ટકા મતદાન થયું છે. ઘોસી બેઠકની વાત કરીએ તો 2022માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં સપાની ટિકીટ પરથી જીતેલા ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે હાલમાં જ ભાજપમાં જોડાઇ અને પાર્ટીના સભ્યપદથી રાજીનામું આપ્યું હોવાથી આ બેઠક ખાલી થઇ હતી.
ભાજપે પેટા ચૂંટણીમાં દારા ચૌહાણને જ પોતાનો ઉમેદવારો બનાવ્યો છે. તો બીજી બાજુ સપાએ સુધાકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ઘોસી વિધાનસભાની પેટા ચૂંટણી વિરોધી પક્ષના ગઠબંધન ઇન્ડિયાના નિર્માણ બાદ રાજ્યમાં યોજાનાર પહેલી ચૂંટણી છે. એટલે જ આને આવતાં વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીની નેટ પ્રેક્ટીસ પણ ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં બસપાએ ઉમેદવારી નોંધાવી નથી. અહીં કુલ 10 ઉમેદવારો વચ્ચે ટક્કર છે.
ડુમરી વિધાનસભા બેઠક પર વિરોધી પક્ષના ગઠબંધન ઇન્ડિયાની ઉમેદવાર બેબી દેવીની સીધી સ્પર્ધા એનડીએના ઉમેદવાર યશોદા દેવી સાથે છે. આ બેઠક બંને પક્ષો માટે એક પ્રતિષ્ઠાનો વિષય બની ગઇ છે.
એનડીએને વિશ્વાસ છે કે તે જેએમએમથી ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એપ્રિલમાં પૂર્વ શિક્ષણ પ્રધાન અને જેએમએમના વિધાનસભ્ય જગરનાથ મહતોના નિધન બાદ આ બેઠક પર પેટા ચૂંટણી કરાવવાની ફરજ પડી હતી. મહતો 2004થી આ બેઠકનું પ્રિતિનિધિત્વ કરતાં હતાં.
ત્યારે હવે જેએમએમે મહતોના પત્ની બેબી દેવીને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીએ મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (આજૂસ) પક્ષે યશોદા દેવીને એનડીએના ઉમેદવાર ટિકીટ આપી હતી.
કેબિનેટ પ્રધાન ચંદન રામ દાસનું આ વર્ષે એપ્રિલ મહિનામાં બિમારીને કારણે નિધન થતાં આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાવામાં આવી હતી. અહીં બે રાજનીતીક પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની જંગ છે. બીજેપીએ અહીં ચંદન રામ દાસના પત્ની પાર્વતી દાસને ઉમેદવાર બનાવ્યા હતાં. જ્યારે કોંગ્રેસે બસંત કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા હતાં.