નેશનલ
એક કરોડ ‘લખપતિ દીદી’: મોદીએ મહિલાઓની મદદ માગી
જમ્મુ: દેશમાં હું એક એક કરોડ ‘લખપતિ દીદી’ તૈયાર કરવાની ઈચ્છા ધરાવું છું એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ લક્ષ્ય સિદ્ધ કરવા દેશની મહિલાઓની મદદ માગી હતી. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની મોટાભાગની યોજનાઓના લાભાર્થીઓની અને દેશના અન્ય રાજ્યો માટે દૃષ્ટાંત પૂરું પાડવા બદલ મોદીએ પ્રશંસા કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સરકારની આ યોજનાઓએ લાભાર્થીઓનાં જીવનમાં કેવો બદલાવ લાવ્યો છે તેની જાણકારી મેળવવા મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. જીવનનિર્વાહ સ્કીમ અંતર્ગત કથુઆ જિલ્લામાં લૉનની ફાળવણી અને ગ્રામીણ વિસ્તારની મહિલાઓનાં ઉત્કર્ષ બદલ મોદીએ સૅલ્ફ હૅલ્પ ગ્રૂપ(એસએચજી)ના વડાં કીર્તિને પણ પ્રોત્સાહન આપ્યું હતું. કીર્તિએ મોદીના કરોડપતિ દીદી મિશનને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી હતી. (એજન્સી) ઉ