અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઈડ બંધ કરાવી: હરણીકાંડની અસર
અમદાવાદ: વડોદરામાં થયેલી દર્દનાક ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. હરણી લેકમાં બોટિંગની અણઘડ વ્યવસ્થા, લાઇફ જેકેટ સહિતની સુરક્ષાના સાધનોના અભાવના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા.
જેને લઈને તીર્થસ્થળ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં પણ લાઇફ જેકેટ સિવાય અને ઓવર લોડ પ્રવાસીઓને નહીં બેસાડવા સ્થાનિક તંત્રએ બોટ સંચાલકોને કડક સૂચના આપી છે.
તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા તળાવ અને સાબરમતી રિવરફ્રન્ટ પર કરાવવામાં આવતા બોર્ટીંગ બાબતે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
મીડિયાના અહેવાલોમાં બહાર આવ્યું છે કે પર્યટકોની સુરક્ષાના કારણોસર અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવવામાં આવી છે. સૂત્રો પ્રમાણે કહેવાય છે કે તપાસમાં બહાર આવ્યું હતું કે અહી ચાલતી બોટિંગ સર્વિસ જરૂરી પરવાનગી લીધા વિના જ કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હતું.
પરંતુ સવાલ અત્યારે એ ઊભો થાય છે કે અત્યાર સુધી કોર્પોરેશન, સાબીરમતી રિવરફ્રન્ટ સત્તાધીશો અને પોલીસ દ્વારા આ બાબતે શા માટે ગંભીરતા દાખલામાં આવી ન હતી?