બોલો, ડૉક્ટર નિદાન કરી શકતા નથી, એ બીમારીથી વર્ષે લાખો લોકોનું થાય છે મોત
નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓ છે જેનો ઈલાજ આજે પણ વિજ્ઞાન શોધી શક્યું નથી. ઘણી તકલીફો એવી હોય જેનો અનુભવ થાય છે પણ તે કંઈ દવાથી મટે તે સમજાય જ નહી. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયમાં ઘણા લોકો ફૂગના કારણે મૃત્યુ પામે છે. એક સમય હતો કે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 20 લાખ લોકો ફંગલ ચેપથી મૃત્યુ પામતા હતા આટલા સમય બાદ હવે આમા ઘટાડો આવવો જોઈએ પરંતુ તેના બદલે આ આંકડો બમણો થયો છે. લેન્સેટ ચેપી રોગોમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર ફંગલ ઇન્ફેક્શનને કારણે આ વર્ષે કુલ 38 લાખથી વધુ લોકોના મોત થયા છે.
ભારત સહિત 80 થી વધુ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ બાદ આ બાબત જાણવા મળી હતી. બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ચેપી રોગોના વિભાગના પ્રોફેસર ડેવિડ ડેનિંગે જણાવ્યું હતું કે ફૂગના કારણે મૃત્યુ અંગેની આગાહીઓ અસ્પષ્ટ છે. વાસ્તવમાં, ફૂગ ઘણા રોગો (જેમ કે એઇડ્સ અને લ્યુકેમિયા) ના વિકારોને કારણે પણ થાય છે. અને ત્યારે મૃત્યુનું જોખમ વધી જાય છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે ફૂગના રોગોના કારણે મૃત્યુદર અન્ય કોઈપણ કારણોસર થતા મૃત્યુદર કરતા વધારે છે. ફૂગના રોગોથી મેલેરિયા કરતાં 6 ગણા વધુ મૃત્યુ અને ટીબી કરતાં 3 ગણા વધુ મૃત્યુ થાય છે. સૌથી મહત્વપૂર્ણ જીવલેણ ફૂગ એસ્પરગિલસ ફ્યુમિગેટસ અને એસ્પરગિલસ ફ્લેવસ છે, જેનો ચેપ ફેફસામાં લાગે છે. આ ચેપ લાગવાના કારણે લોકોમાં અસ્થમા, ટીબી અને ફેફસાના કેન્સર તેમજ ફેફસાના રોગોના પીડિતોનો સમાવેશ થાય છે, પરંતુ લ્યુકેમિયા ધરાવતા લોકો કે જેમણે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમને આ બધી બાબતની વધારે તકેદારી રાખવી પડે છે.
કોઈને કોઈ નાની મોટી ફંગસના ચેપના કારણે 25.5 લાખ મૃત્યુ થયા છે. જેમાં ફક્ત 12 લાખ લોકો એવા હતા જેમને કોઈ બીમારી હતી બાકીના લોકોને કોઈ બીમારી પણ નહોતી. તેમજ શ્વસન સંબંધી ગંભીર બીમારીઓને કારણે થયેલા 32.3 લાખ મૃત્યુમાંથી ત્રીજા ભાગના મૃત્યુ એસ્પરગિલસ ફૂગના ચેપને કારણે થયા છે. હવે મુખ્ય તકલીફ એ થાય છે કે ફંગસના રોગને ઓળખવો થોડો અઘરો છે આથી ડોક્ટરો જલ્દી સમજી શકતા નથી કે શું થયું છે અને દર્દીને અન્ય દવાઓ આપે જાય છે. આ રીતે પણ દર્દીને યોગ્ય સારવાર મળતી નથી.